દાતા તાલુકાના અંબાજી ગામની પરણિતા અને દાહોદની યુવતિને શારીરિક માનસીક ત્રાસ આપતાં ફરિયાદ

દાહોદ,દહેજ લાલચુ પતિ તથા સાસુસસરા દ્વારા બાપના ઘરેથી લોન ભરવા માટે પાંચ લાખ રૂપિયા લઈ આવવા દબાણ કરી વાળ પકડી મારકુટ કરી છુટાછેડા આપી દેવાની ધમકી આપી ગુજારાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ અંબાજી ગામની 36 વર્ષીય પરણીત મહિલાએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસનું શરણું લીધાનું જાણવા મળ્યું છે.

દાહોદ શહેરના ગોધરારોડ, સિધ્ધાશવ્રી સોસાયટીમાં રહેતા ઉમાશંકરસિંહ પ્યારે મોહનસિંહ ક્ષત્રીયની દીકરી 36 વર્ષીય પ્રિયંકાબેનના લગ્ન તા.24-11-2016ના રોજ તેમના સમાજના રીત રિવાજ મુજબ બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકાના અંબાજી ગામે શક્તિધારા સોસાયટી, ચામુંડા ધર્મશાળા પાછળ રહેતા પ્રેમસિંહ ગંગાસિંહ જાદોનના દીકરા યશવંતસિંહ પ્રેમસિંહ જાદોન સાથે થયા હતા. લગ્ન પછીના બે વર્ષ તો પ્રિયંકાબેનને તેના પતિ તથા સાસરીયાઓએ સારૂ રાખ્યું હતું. ત્યારબાદ તેના પતિ યશવંતસિંહ, સસરા પ્રેમસિંહ જાદોન તથા સાસુ વીણાબેન પ્રેમસિંહ જાદોનનું પોત પ્રકાશ્યું હતું અને પતિ યશવંતસિંહ લોન ભરવા માટે વીણાબેનને તેના બાપના ઘરેથી રૂપિયા પાંચ લાખ લઈ આવવા દબાણ કરવા લાગ્યો હતો અને દહેજની માંગણી કરી મારકુટ કરવા લાગ્યો હતો. જ્યારે તેના સસરા પ્રેમસિંહ તથા સાસુ વીણાબેનને પ્રિયંકાબેનને તારા પિતાએ દહેજમાં કંઈ આપેલ નથી. તેમ કહી સારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા અને પ્રિયંકાબેનને પતિ યશવંતસિંહ ગત તા. 30-1- 2024ના રોજ વાળ પકડી પ્રિયંકાબેનને મારમારી છુટ્ટાછેડા આપવાની તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ આપતા પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈપિકો કલમ 498(ક), 323, 504, 506, 114 તથા દહેજ પ્રતિબંધક ધારાકલમ 4 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.