દસ્ક્રોઈમાં બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું

અમદાવાદ, અમદાવાદ જીલ્લામાં દસ્ક્રોઈમાં બેફામ બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય કર્મી ઘાયલ થયા હતા. અકસ્માત થતાં બૂટલેગરો ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા.

અમદાવાદ જીલ્લામાં દસ્ક્રોઈમાં બૂટલેગરોએ પોલીસની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે અન્ય કર્મી ઘાયલ થયા હતા. અકસ્માત થતાં બૂટલેગરો ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા. પોલીસે બતાવ્યું કે, બૂટલેગરોની ગાડીને રોકવા તેઓ પીસીઆર વાનમાં પોલીસ અને તેમની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી. પોલીસની ગાડી જ્યારે બૂટલેગરોની ગાડીને રોકવા આગળ વધી ત્યારે બૂટલેગરોએ તેમની કારને જોરથી ટક્કર મારી હતી પીસીઆર વાનમાં સવાર બળદેવ નિનામા અને જીઆરડી જવાન ઘાયલ થઈ ગયા હતા. જોકે, એક પોલીસકર્મીનું મોત થઈ ગયું હતું.

પોલીસે બૂટલેગરોની ગાડીમાંથી ૧૪ હજાર રૂપિયાના મૂલ્યની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર બૂટલેગરો વિરૂદ્ધ દારૂબંધી અને દારૂની હેરાફેરીનો ગુનો નોંધ્યો હતો. તેમજ તેના ખરીદ વેચાણર્ક્તાની સમગ્ર માહિતીનું પગેરૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.