- સુરતની દરબાદ વેસ્ટ કોર્પોરેશન દ્વારા તમામ માપદંડમાં માન્યતા.
- સુરતની એજન્સીને નકારીને અન્ય એજન્સીને પુન: કામગીરી સોંપતા વિવાદ.
- સુરતની એજન્સી પાસે માનવબળ કે કામગીરીને પહોંચી વળવા માટે સક્ષમ.
- સુરતની એજન્સીને નકારવામાં આવતાં પ્રાદેશિક નિયામક કચેરીમાં વાંધા અરજી.
- અન્ય વિસ્તારોમાં અનુભવ હોવા છતાં એજન્સીને કેમ નકારવામાં આવી ?
- અગામી સમયમાં કચરા કલેકશન કામગીરી અંગે રાજકીય ખેલ ખેલાશે.
ગોધરા,
ગોધરા નગરપાલિકા હસ્તક સફાઈ કામ હેઠળ ડોર ટુ ડોર કચરા કલેકશન માટેના પ્રસિદ્ધ કરવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ ૭ જેટલી એજન્સીઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ ગોધરા નગરપાલિકાના આંતરિક રાજકારણ વચ્ચે કોઈપણનું ટેન્ડર મંજુર નહીં કરીને ભુતકાળમાં કાર્યરત એજન્સીને મુદ્દત લંબાવવામાં આવતા સુરત દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા વડોદરા પ્રાદેશિક કમિશ્ર્નરની કચેરીમાં ઘા કરીને તમામ નીતિનિયમોનો ભંગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ સાથેની અરજી કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે પ્રાદેશિક નિયામક કચેરી દ્વારા ડોર ટુ ડોર કલેકશન ઉધરાવતી એજન્સીને કેટલા સમયમાં ન્યાય આપે છે. અત્રે નોંધનીય છે કે ગોધરા નગરપાલિકામાં દર સમયે કચરા કલેકશન ઉધરાવતી એજન્સીને નિમણુંક આપવા બાબતે વિવાદ સર્જાય છે. તે મુજબ ચાલુ વર્ષે પણ વિવાદે સ્થાન લીધું છે.
સુરતની દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કલેકશન ઉધરાવતી કામગીરી કરતી સંસ્થા એ પોતાના નિયમ પ્રમાણે ટેન્ડર ભર્યું હતું. પોતાના નાણાંકીય આર્થિક સધ્ધરતા તથા માઠાદીઠ સફાઈ કામદારો સહિતની વિવિધ ખર્ચા સાથેની વિગતો રજુ કરતું ટેન્ડર રજુ કરીને ગોધરા નગરપાલિકામાં કામગીરી માટેની માંગણી કરી હતી. પરંતુ આંતરિક વિખવાદ વચ્ચે એક જ એજન્સીને કામગીરી મળે તે પ્રમાણે રાજકીય ખેલ ખેલીને ભુતકાળમાં કામગીરી કરતી એજન્સીની મુદ્દત લંબાવવામાં આવતાં અન્ય સાત એજન્સીઓ પણ આશ્ર્ચર્યમાં મુકાઈ હતી. સુરતની દરબાદ વેસ્ટ કોર્પોરેશન દ્વારા પ્રાદેશિક નિયામક કચેરી વડોદરાને કરાયેલી અરજીમાં જણાવ્યંું હતું કે, ડોર ટુ ડોર કચરા કલેકશન “એલ -૧ અન્વયે વર્ક ઓર્ડર આપવા બાબતે ઘટતો હકમ થવા સા તથા નગર સેવાસદન, ગોધરા વિદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી થવા સા માંગણી કરાઈ હતી કે અરજદારની અરજ છે કે : ( ૧ ) અરજદાર “દરબાર વેસ્ટ કોર્પોરેશનના નામથી લીકવીડ અને સોલીડ વેસ્ટ ઉપાડવાની કામગીરી કરીએ છીએ, બહોળો અનુભવ, આર્થિક સધ્ધરતા ધરાવીએ છીએ.
ગોધરા નગર સેવાસદન મુકામે “ડોર ટુ ડોર કચરા કલેકશન ટેન્ડર ઈન્વાઈટ કરવા સારૂ જાહેરાત પ્રસિદ્ધ થયેલ, અને ઈ-ટેન્ડર મંગાવવામાં આવેલ. જે ટેન્ડર રજુ કરવાની સમય મર્યાદા અવધિ તા. ૧૫/૭/૨૦૨૦ સુધીની ઠરાવેલ. જેમાં પ્રાઈસ બીડ તથા ટેકનીકલ બીડ તા. ૨૭/૭/૨૦૨૦ નારોજ ઓપન કરવા નકકી કરેલ છે. પરંતુ ગોધરા નગર સેવાસદને સ્યુઓમોટો ઉપરોકત ટેન્ડર પ્રક્રિયા રદ કરેલ છે. અને ત્યારબાદઆ ટેન્ડરમાં કુલ ૧ થી ૧૧ વોર્ડમાં આવેલ મીલ્કતો માટે ટેન્ડર મંગાવેલ હતા.
તેમાં સુધારો કરી ગોધરા નગર વિસ્તારની મીલકતોને બે ઝોનમાં વિભાજીત કરી નવેસરથી ટેન્ડર મંગાવેલ હતા. જેમાં ઝોન -૧ માં કુલ ૧ થી પ વોર્ડની ૨૫,૩૬૯/- મીલ્કત માટે તથા ઝોન-૨ની વોર્ડ નં.૬ થી ૧૧ની કુલ ૧૮,૭૨૮/-ની મીલ્કત માટે ટેન્ડર મંગાવવામાં આવેલ છે. જેની સમય અવધી તા . ૨૪/૭/૨૦૨૦ ઠરાવેલ હતું. જેમાં અમોએ ઝોન -૧ ની વોર્ડ નં . ૧ થી ૫. ૨૫,૩૬૯ / – મીલ્કત માટે ટેન્ડર રજુ કરેલ અને ટેકનીકલ બીડ ઓપન થયાની તા. ૪/૮/૨૦૨૦ ઠરાવેલ છે. તે દિવસે ગોધરા ચીફ ઓફીસર એ ટેકનીકલ બીડ ઓપન કરેલ નહીં, અને ત્યારબાદ તા. ૧૩/૮/૨૦૦૦ ના અરસામાં ટેકનીકલ બીડ ઓપન કરવામાં આવેલ. જેમાં બીડ ઓપન કરવામાં આવેલ. જેમાં અમો અરજદાર સહિત અન્ય કુલ -૬ એજન્સીઓએ ટેન્ડર રજુ કરેલ. જેમાં અમો “એલ -૧ હોઈ, ઉપરોકત ટેન્ડર મેળવવા હકકદાર હતા. પરંતુ અમો અરજદારને ટેન્ડરમાં જણાવ્યા મુજબ વર્ક ઓર્ડર આપવામાં આવેલ નથી, અને સમય ગત કરવામાં આવેલ છે.
ગોધરા નગરપાલિકા એ નામંજુર કરેલ ટેન્ડર સામે વાંધા અરજી રજુ કરી….
આથી વારંવાર રજુઆત કરવા છતાં, વર્ક ઓર્ડર આપેલ નહીં, અને વર્ક ઓર્ડર નહીં આપવાના કોઈ કારણો પણ જણાવેલ નહીં, અને ત્યારબાદ મનસ્વી પ્રક્રિયા અનુસરી ત્રીજી વખત કુલ ૧ થી ૧૧ વોર્ડની સંયુકત મીલ્કતો માટે ટેન્ડર મંગાવવા જાહેરાત પ્રસિદ્ધ કરેલ અને શરતોમાં ફેરફાર કરી નવેસરથી ટેન્ડર મંગાવેલ. જેની અંતિમ તા.૨૫/૦૯/૨૦૨૦ નકકી થયેલ અને નિયમ અનુસાર નવેસરથી ટેન્ડર રજુ કરેલ. જેની ટેકનીકલ બીડ ઓપન તા.૩૦/૦૯/૨૦૨૦ નારોજ હાજર રહેલ અને અમો અરજદાર સહિત કુલ ૭ એજન્સીઓએ ટેન્ડર સબમીટ કરેલ. જેમાં અમો અરજદાર સૌથી ઓછા ભાવે “એલ-૧ રહેલ. જેથી ઉપરોકત ટેન્ડર મુજબ વર્ક ઓર્ડર મેળવવા માટે હકદાર બનેલ છીએ.
સફાઈ કામગીરી નિષ્ફળ છતાં કેમ પુન: કામગીરી સોં૫ાઈ ?
ગોધરા શહેરની આશરે ૧.૫૦ લાખની વસ્તી છે. પંચમહાલ જીલ્લાની મુખ્ય મથક ગોધરામાં રોજીંદા આસપાસના ગામ માંથી ખરીદદારો આવે છે. પરંતુ આવા ગ્રાહકો તથા મુલાકાતીઓ સ્વચ્છતા બાબતે મનમાં ઉંડી છાપ લઈને જાય છે. ગોધરા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. શહેરીજનોની ફરીયાદો છતાં નગર પાલિકા દ્વારા નિયમીતપણે કચરો ઉઠાવવા નહીં આવતાં ગંદકીના સામા્રજય જોવા મળતા લોકો અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. શહેરમાં અસ્વચ્છ અને નિયમિત પ્રમાણે કામગીરી નહી થતી હોવાની લાગણી અને સાથે નગરપાલિકામાં કામગીરી ન થતી હોવાનો પ્રશ્ર્ન ઉઠાવતા હોય છે. ત્યારે પણ આજ એજન્સીના ટેન્ડર આપવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતીમાં ગોધરા શહેર ગંદકીનું ઢગ બનતું લાગી રહ્યું છે. તેવા સમયે ફરીથી એજન્સીને કેમ કામગીરી સોંપવામાં આવી તેમ નગરજનો પ્રશ્ર્નાર્થ કરી રહ્યા છે.