
સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનાં એછવાડા ગામે રામજી મદિરમાં ત્રાટકેલા ચાર અજાણ્યા શખ્સો રૂ. ૮૦ હજારની કિંમતનાં ભગવાનનાં ઘરેણા ચોરી ગયા હતા. જેમાંથી ૭૦ ટકા મુદમાલ સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. દસાડા તાલુકાનાં એછવાડા ગામે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકીનાં જૂના ચાંદીનાં ઘરેણાની ચોરી થઇ હતી.
ગ્રામજનોએ ચાર અજાણ્યા શખ્સોને મંદિર તરફથી અંધારામાં ભાગતા જોયા હતા. મંદિરમાં સેવા પૂજા કરતા મહેશભાઇ ભાઇલાલભાઇ રાવલે ચાર અજાણ્યા શખ્સો ભગવાનનાં આશરે ચાર કિલો ચાંદીનાં રૂ. ૮૦ હજારની કિંમતનાં ઘરેણા ચોરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોનાં સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ૭૦ ટકા જેવો ચોરાયેલો મુદ્દામાલ સીમ વિસ્તારમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.