મુંબઇ,
બાંગ્લાદેશે ટી-બ્રેક સુધીમાં ૨ વિકેટે ૩૭ રન કર્યા હતા. તે પછી ૩૯ રનના સ્કોરે લિટન દાસ આઉટ થયો હતો. નોંધનીય છે કે, ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૪૦૪ રન કર્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયા માટે ચટ્ટોગ્રામ ખાતે ચેતેશ્ર્વર પૂજારા, શ્રેયસ ઐયર અને રવિચંદ્રન અશ્ર્વિને ફિફટી ફટકારી હતી. પૂજારા અને ઐયર બંને સેન્ચુરી ચૂકી ગયા હતા. તેમણે અનુક્રમે ૯૦ અને ૮૬ રન બનાવ્યા હતા. જ્યારે અશ્ર્વિને ૫૮ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
હાલ બાંગ્લાદેશ સાથે ટેસ્ટ મેચ ચાલી રહી છે. જેમાં બાંગ્લાદેશની બેટિંગ શરૂ થતાં તેમના ખેલાડી લિપ્ટન દાસ આઉટ થતાની સાથે જ સિરાજ અને કોહલીએ એવું તો શું કર્યું કે આખુંય સ્ટેડિયમ ચિચિયારીઓ મારવા લાગ્યું. કોહલી અને સિરાજના રિએક્શનથી સ્ટેડિયમમાં અચાનક માહોલ ગરમાઈ ગયો. ભારત-બાંગ્લાદેશ વચ્ચે ચટ્ટોગ્રામ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાજે બાંગ્લાદેશના લિટન દાસને આઉટ કર્યા બાદ પ્રોપર સેન્ડ ઑફ કરતા માહોલ ગરમાયો હતો. આ બધું ત્યારે શરૂ થયું, જ્યારે સિરાજે અગાઉના બોલે તેને બીટ કર્યા પછી સ્લેજિંગ કરતાં થોડાક શબ્દો કહ્યા હતા. સિરાજને જવાબ આપતા લિટન દાસે હું તને સાંભળી નથી શક્તો કહીને કાન આગળ હાથ કરીને જવાબ આપ્યો હતો.
જો કે, અંતમાં જીત સિરાજની થઈ હતી. તે પછીના બોલે સિરાજે દાસને બોલ્ડ કર્યો. જેવો દાસ બોલ્ડ થયો, કોહલીએ દર્શકો સામે જોઈને દાસે કરેલો તે જ ઈશારો કર્યો કે, કઈ સંભળાય છે કે નહીં? તે પછી સિરાજે પણ કોહલીને કોપી કરતા આ ઈશારો કર્યો, જે હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે.