
ગોધરા,
પોલીસે દારૂ બંધીના કાયદાનું પાલન કરવું અને કરાવવાના બદલે ગોધરામાં ફરજ બજાવતો એક હોમગાર્ડ કર્મી જપ્ત કરાયેલ સરકારી કસ્ટડીમાં રખાયેલ દારૂ મેળવ્યો હોવાનું અન્ય વ્યકિત સાથે વાતચીત કરતો ઓડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્ર્નાર્થો પ્રજામાં ઉઠયા છે.
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પંચમહાલ જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી અવારનવાર દેશી-વિદેશી દારૂ નો જથ્થો પોલીસના હાથે ઝડપાઈ જતાં દારૂ બંધી માત્ર કાગળ પર જ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ ઝડપાયેલ દારૂ ના જથ્થો પોલીસની કસ્ટડીમાં રખાઈને તેની દેખરેખ રાખવાની સાથે ગણતરી મુજબના જથ્થાની નોંધ પણ પોલીસ મથકના ચોપડે નોંધાતી હોય છે. ચુસ્ત જાપ્તામાં રખાયેલ દારૂ નેે સગેવગે કરવો કે સ્ટાપ પણ તેનો ઉપયોગ કરી ન શકે તેવા નિયમ છે. પરંતુ સરકારી કસ્ટડીમાં રખાયેલ દારૂ ખુદ કાયદાનું રક્ષણ કરનાર પોલીસ કર્મી દ્વારા જ સત્તાનો દુરુપયોગ કરીને અંગત કામે દારૂ નો ઉપયોગ કરવા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. જાણવા મળ્યા અનુસાર ગોધરા શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો એક પોલીસકર્મી દ્વારા જપ્ત કરાયેલ દારૂ ને પોલીસ મથક થી જ લવાયો છે. તે પ્રકારની વાતચીત કરતો ટેલીફોનિક સંવાદ વાયરલ થતા પોલીસની દારૂ ને સગેવગે કરાયો હોવાની શંકાસ્પદ ભૂમિકા હોવાનું બહાર આવતાં કાયદાનું રક્ષણ કરનાર અને દારૂનું રક્ષણ કરતી પોલીસ સામે પ્રજામાં અનેક સવાલો ઉભા થયા છે. જોઆ દારૂ પોલીસ મથક થી જ લવાયો છે. તે પ્રકારની વાતચીત હકીકત હોય તો તેની તપાસ કરીને આવા દારૂ બંધીનો ભંગ કરનાર અને સરકારી ચોપડે જપ્ત રખાયેલ દારૂ ને લેનાર સામે અને દારૂ કોને આપ્યો તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે કે પછી સ્ટાફ ગણીને લૂલો બચાવ કરશે તે તો સમય બતાવશે.