વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ૩૦ હજારની લાંચ માંગી હતી. બાદમાં તેનો સાગરીત લાંચની રકમ લેવા જતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. બાદમાં પોલીસે કોન્સ્ટેબલને પણ ઝડપી લીધો હતો.
આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીને દારૂના ખોટા કેસમાં વિરમગામ રૂરલ પોલીસને હાથે ઝડપાયો હતો. જેમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર એમ.પટેલે ફરિયાદીને ડરાવી ધમકાવીને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ.૫૦,૦૦૦ પડાવ્યા હતા. તે સિવાય તેણે બીજા રૂ.૩૦,૦૦૦ ની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ લાંચ આપવી ન હોવાથી એસીબીનો સંપર્ક સાયો હતો.
જેને આધારે એસીબીના અધિકારીઓએ વિરમહગામના કરકથળ રોડ પર જોગણી માતા મંદિર પાસે છટકુ ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પટેલ વતી લાંચ લેવા આવેલા ભરત બી.ઠાકોરની રંગેહાથ ધરપકડ કરી હતી. બાદમાં કોન્સ્ટેબલ રાજેશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી.