દર્શકોના હુરિયા પર હાર્દિક પંડયા જરાપણ ધ્યાન ન આપે: સ્ટીવ સ્મિથ

નવીદિલ્હી, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાને સલાહ આપી છે કે, તે હાલમાં આઇપીએલમાં દર્શકો તરફથી થઇ રહેલી હટીંગ (દેકારો) પર ધ્યાન આપે. સ્મિથનું કહેવું છે કે, આ બધી વસ્તુઓનું કોઇ મહત્વ નથી.

રોહિત શર્માની જગ્યાએ એમઆઇ (મુંબઇ ઇન્ડિયન્સ)ના નવા કેપ્ટન બનેલા હાર્દિકને પોતાની કેપ્ટનશિપમાં પ્રારંભિક બન્ને મેચમાં હાર મળી છે.

બીજી બદા, રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવાઇ જતા નારાજ ફેન્સ સતત હાર્દિક ને નિશાન બનાવી રહ્યા છે.

સ્મિથે જણાવ્યું હતું કે, હું માત્ર એટલું જ કહીશ કે હાદક તેમાં ધ્યાન આપે-બહાર કોઇ વ્યક્તિ નથી જાણતું કે તમે કઇ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છો. બહારનો કોઇ શખ્સ ડ્રેસીંગ રૂમમાં નથી.