દરગાહે માથું ટેકવવા આવેલ ઉમરેઠ તાલુકાના સુરેલી ગામનો યુવક પાવાગઢની ખીણમાં લપસતા મોતને ભેટયો

  • યુવકનો મૃતદેહ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ દિલધડક રેસ્કયુ ઓપરેશનથી બહાર કાઢી.
  • લધુશંકા કરવા જતી વખતે પગ લપસી જતાં ખીણમાં પડયો હતો.
  • 500 ફુટ ઉંડી ખીણમાંં પડેલા યુવકના મૃતદેહને જાનના જોખમે જવાનોએ બહાર કાઢયો.
  • દોરડાની મદદથી સ્થળ પર પહોંચીને હાથ ધરેલી જોખમી કામગીરી.

ગોધરા, ઉંચાઈ સાથે ખીણ ધરાવતા યાત્રાધામ પાવાગઢ ખાતેની દરગાહે માથું ટેકવવા આવેલ પરિવાર સાથે પરત ફરતા દરમ્યાન દર્શન અર્થે આવેલ ઉમરેઠ તાલુકાના સુરેલી ગામનો યુવાન લધુશંકા કરતી વેળા ચીતરીયા મહાદેવ પાસેની ઉંડી ખીણમાંં એકાએક લપસી પડતાં યુવકનુંં મોત નિપજ્યું હતુંં. જોકે, પ00 ફુટ ઉંંડી ખીણમાં પડેલા યુવકના મૃતદેહને દોરડાની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ દિલધડક ઓપરેશન કરીને બહાર લાવવામાં આવતાં પરિવારજનોમાં આક્રંદની લાગણી ફેલાઈ છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે હિંદુ, મુસ્લીમ, જૈન સમાજના ધાર્મિક સ્થળ આવેલ હોવાથી ડુંગર ઉપર મોટી સંખ્યામાં કોમ એખલાસના વાતાવરણ વચ્ચે અનુયાયીઓની અવરજવર રહે છે. ખાસ કરીને ઉંચાઈ પર આવેલ શકિતપીઠ મહાકાળી મંદિર હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોવાથી રાજ્ય તથા પરપ્રાંત માંથી મોટી સંંખ્યામાંં હિંદુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે. તેમાંય શનિ-રવિની રજાના દિવસે ભારે ભીડ રહેતા તંત્ર માટે સંચાલન કરવું મુશ્કેલરૂપ બને છે. આ પાવાગઢ ડુંગર ઉપર ઉંચાઈ સાથેની 10 જેટલી નાની મોટી ખીણો આવેલી છે. જે ભૌગોલિક રીતે જોખમી ગણવામાં આવે છે. અને યાત્રાળુઓને પગપાળા જવુંં પણ કેટલીકવાર જોખમકારક બનતું હોય છે. અને અવારનવાર આવા જોખમી ઉંચાઈ સાથેની ખીણ ધરાવતા સ્થળોએ જતા ગેરકાયદેસર રીતે જતા યાત્રાળુઓ કયારેક ઉંડી ખીણમાં ગરકાવ થઈને મોતને ભેટવાના અનેકો બનાવ બની રહ્યા છે. તાજેતરમાં એક પે્રમી યુગલનો પગ લપસી જતાં ઉંડા ખાડામાં નિ:સહાય હાલતમાં આખી રાત પસાર કરવી પડી હતી. આખરે તંત્રનો સંપર્ક બાદ તેઓને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા. આવા સમયાંતરે બનતા બનાવ વચ્ચે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે રહેતા નિઝામભાઈ ઓડ તેઓની પત્ની અને દીકરા હનીફ ઓડ અને તેના પરિવાર સાથે પાવાગઢ ડુંગર ઉપર આવેલી દરગાહે માથું ટેકવવા માટે આવ્યા હતા. હનીફ ઓડ માતા-પિતા અને પરિવાર સાથે દરગાહે માથું ટેકવીને પગથિયાં મારફતે નીચે ઊતરી રહ્યાં હતાં. પરિવાર રાજીખુશી આનંદ સાથે પરત ફરી રહ્યું હતું એ આનંદ અને ખુશી અચાનક જ એક ઘટના બનતા માતમમાં ફેરવાઈ ગઈ હતી. હનીફનો પગ અચાનક જ લપસી જતા ખીણમાં પડ્યો. ચીંથરીઆ મહાદેવની આગળ ભદ્રકાળી મંદિર તરફના રસ્તા ઉપર આવેલી ખીણ નજીક ડુંગરની કિનારી પાસે પેશાબ કરવા ગયેલા હનીફનો પગ અચાનક જ લપસી જતા તે 500 ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડ્યો હતો. માતા-પિતા, પત્ની બાળકો સામે જ હનીફ ખીણમાં પડતા પરિવારે બૂમાબૂમ કરી હતી, પરંતુ ઊંડી ખીણમાં હનીફનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જોકે, આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલીક અસરથી દોડી આવીને દોરડા તથા અન્ય સાધનોની મદદ લઈને ઉંડી ખીણમાં પહોંચીને તંત્રના જવાનોએ મૃતદેહને જાણના જોખમ વચ્ચે બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. આ દિલધડક ઓપરેશન વેળા અહીં આવેલા યાત્રાળુઓની મોટી ભીડ એકત્રીત થઈને આ બનાવ અંગે ભારે દિલગીરી વ્યકત કરી હતી. દોરડા દ્વારા સાધનથી મૃતદેહની બહાર લાવવામાં આવતાની સાથે પરિવારજનોમાં આક્રંદની લાગણી વ્યાપી હતી. અને પી.એમ. કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જોખમી ખીણના ડુંગર કિનારાને પ્રોટેકશન વોલ કે ફેન્સીંગ તાર લગાવવી જરૂરી….

યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે સરકાર દ્વારા માતબર રકમ ફાળવીને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં