દરેક મેડલ સખત મહેનત દર્શાવે છે, આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે : વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભારતનું આ અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન છે. દેશ માટે આ એક ગર્વની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક મેડલ પાછળ મહેનત છે. આ આખા દેશ માટે ગર્વની ક્ષણ છે.અમે તમામ એથ્લેટિક્સને અભિનંદન પાઠવીએ છીએ.

તમને જણાવી દઈએ કે, ભારતે એશિયાઈ રમતના ઈતિહાસમાં પોતાની સફળતાની નવી શરુઆત કરી છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ૧૬ ગોલ્ડ મેડલ, ૨૭ સિલ્વર મેડલ અને ૩૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ૨૦૧૮એશિયન ગેમ્સ જકાર્તામાં ૧૬ ગોલ્ડ મેડલની સાથે ૭૦ મેડલ જીત્યા હતા. ભારતે તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ૧૬મો ગોલ્ડ મેડલ જીત્યો. આ ઈવેન્ટમાં તેણે દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું.

જો રેક્ધિંગની વાત કરવામાં આવે તો ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર છે. મેડલ ટેલીમાં પહેલા સ્થાને પર યજમાન દેશ ચીન છે. ચીને કુલ ૩૦૪ મેડલ જીત્યા છે. જેમાં ૧૬૬ ગોલ્ડ મેડલ, ૯૧ સિલ્વર મેડલ, ૪૭ બ્રોન્ઝ મેડલ સામેલ છે. જાપાન ૧૩૫ મેડલ (૩૪ ગોલ્ડ, ૪૯ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ) સાથે બીજા સ્થાને છે. રિપબ્લિક ઓફ કોરિયા ૧૪૨ મેડલ સાથે ત્રીજા સ્થાને છે. તેણે ૩૨ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૬૬ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.