દરેક ખાન આ રીતે વર્તે તે જરૂરી નથી’ – મુકેશ ખન્નાએ તુનીશા સુસાઈડ કેસમાંમાં શીજાન ખાન પર આપ્યું નિવેદન

મુંબઇ,

અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસથી બધા ચોંકી ગયા છે. આટલી નાની ઉંમરમાં ઉભરતી ટીવી એક્ટ્રેસની દુનિયાને અલવિદા કહી દેવું દરેકને દુ:ખી કરી રહ્યું છે. આ મામલામાં તુનીશાની માતાએ પુત્રીના પૂર્વ બોયફ્રેન્ડ શીજાન ખાન પર છેતરપિંડી કરવાનો અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. અલગ-અલગ પ્રતિક્રિયાઓ વચ્ચે હવે શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર તુનીશાના મૃત્યુ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

મુકેશ ખન્નાએ શેર કરેલા વીડિયોમાં તેણે કહ્યું છે કે આવી દરેક કહાનીમાં એક યા બીજો બોયફ્રેન્ડ ચોક્કસ મળે છે, જેના પર છોકરી નિર્ભર હોય છે અને પછી તે છોકરીને છેતરે છે. તેણે કહ્યું, “આનાથી તેનું દિલ તૂટી જાય છે અને તે ખૂબ જ ઝડપથી હાર માની લે છે. આ માટે તેનો બોયફ્રેન્ડ પણ પકડાયો છે. તેની સાથે ખાનનું નામ પણ જોડાયેલું છે. ઘણા લોકો તેને ફરીથી જેહાદના નામે લેશે. હું તેને તેમાં સામેલ નહીં કરું કારણ કે દરેક ખાન આવી વસ્તુઓ કરે તે જરૂરી નથી.”

મુકેશ ખન્નાએ કહ્યું, “બાળપણની ઉંમરમાં બનતી બાલિશ ઘટનાઓને કારણે જ આવું થઈ રહ્યું છે. છોકરી એક નાનકડા ગામ-નગરમાંથી આવે છે અને ટીવીની ઝગમગાટ જોઈને આવે છેપજ્યાં આજકાલ છોકરીઓ માટે કામ મેળવવું સરળ બની ગયું છે. ક્યારેક મને પણ આનંદ થાય છે કે આ બધી છોકરીઓ આટલી પ્રતિભાશાળી છે. મને આશ્ર્ચર્ય થાય છે કે આ બધું ક્યાંથી આવ્યું છે… આ ઉદ્યોગમાં જ્યાં ૩૦ દિવસમાં ૩૫ દિવસનું કામ થઈ જાય છે, ત્યાં આવી ઘટનાઓ બને તે આશ્ર્ચર્યજનક નથી.

આ દરમિયાન મુકેશ ખન્નાએ કહ્યું, “તુનિષા ચાલી ગઈ છે. તેના બોયફ્રેન્ડ તરફ આંગળીઓ ચિંધાઈ રહી છે. તેની ધરપકડ પણ કરવામાં આવી છે, હવે તે જ પોલીસ પ્રક્રિયા ચાલશે, પરંતુ કોઈ હેતુ પર કામ કરતું નથી.