
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા – રાજકોટ હાઇવે પર આપા-ગીગાના ઓટલા નજીક ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સમાં સવાર ૩ લોકોના મોત નિપજ્યા છે. ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. જોકે, નસીબની બલીહારી કેવી કહેવાય કે, જે દર્દીને સારવાર માટે લઈ જવાઈ રહ્યો હતો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા ૩ લોકોના મોત નિપજ્યા છે.
ધૂળેટીના દિવસ બાદ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, એમ્બ્યુલન્સનો બુકડો બોલાઈ ગયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો. આ અકસ્માતમાં દર્દીની સાથે રહેલા વિજયભાઈ બાવળિયા, પાયલ બેન મકવાણા અને ગીતાબેન મિયાત્રાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. મૃતકના નામ વિજય બાવળિયા પાયલ હરેશભાઈ મકવાણા ગીતાબેન મિયાત્રા છે