
મકાન ધરાસય થતા પરિવારના ચાર લોકો કાટમાળમાં દબાયા : સ્થાનિક લોકોની મદદથી તેઓને બહાર કડાયા સદનસીબે જાનહાની ટળી
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૨૩ ની રાત્રી ના પડેલા વરસાદમાં ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના રોજી ફળિયામાં અવિરત વરસી રહેલ વરસાદના કારણે રોજી ફળિયામાં રહેતા ગોહિલ વીરસીંગભાઇનું સવારના સમયે કાચું મકાન ધરાસાઈ થતા તેમના પરિવારના ચાર લોકો કાચા મકાનમાં દટાયા હતા ઘટના બનતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મકાનમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી ઘટનાની જાણ સરપંચ તેમજ તલાટીને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘરના કાટમાળ દટાયેલા વ્યક્તિઓની મુલાકાત કરીને તેઓને વૈકલ્પિક રીતે રહેવા જમવાની વ્યવસ્થા તાલુકા સભ્યને ત્યાં કરી આપવામાં આવી હતી અને પંચકેશ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.