પાલનપુર, દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી છે. સિંચાઈને લઈ ખેડૂતો હાલમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. મગફળી અને બાજરીના પાકનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે સિંચાઈ માટે સમસ્યા સર્જાઈ છે.
પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારના ખેડૂતોને હાલમાં સિંચાઈની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લગભગ ૯૦૦૦ હેક્ટર વિસ્તારમાં ઉનાળાની ખેતીને માથે તોખમ સર્જાયું છે. છેલ્લા દશ દિવસથી સિંચાઈની સમસ્યાએ ચિંતા વધારી દીધી છે. હવે પાકને માટે આખરી તબક્કામાં સિંચાઈના પાણીની કેનાલ મારફતે જરૂરિયાત વર્તાઈ રહી છે. આમ દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવે તો મોટી રાહત સર્જાય એમ છે.