અંબાજી, દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી અને ઢલાંગ વાળો છે. આજુબાજુ ઘાટી વિસ્તાર હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. દાંતા તાલુકામાં હજી પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. તાલુકાના ટુંડિયા ઘાટીમાં ટ્રકને અકસ્માત નડ્યો હતો.
વરસાદી માહોલ વચ્ચે આજે ઘાટીમાંથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી જવાના કારણે સવાર એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ લોકોને થતા ઘટનાસ્થળે ટોળેટોળા જોવા મળ્યા હતા. ત્યારે જેસીબી અને લોકોની મદદથી દબાયેલા મૃતકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.