હિંમતનગર,
સાબરકાંઠા: ગુજરાતની ચૂંટણી પહેલા મતદારોને રૂપિયાની વહેંચણી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. દાંતા પંથકમાં ભાજપના વાયર વીડિયોમાં આદિવાસી લોકોને ખુલ્લેઆમ નીતે બેસાડીને રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં દાંતાનાં ભાજપનાં અગ્રણી એલ.કે બારણ પણ ફરતા દેખાઇ રહ્યા છે. જોકે, ન્યૂઝ૧૮ ગુજરાતી આ વીડિયોની પુષ્ટી નથી કરતું.
દાંતા પંથકમાં ભાજપનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આદિવાસી લોકોને રૂપિયા વહેંચતા હોય તેવું દેખાઇ રહ્યુ છે. આદિવાસી લોકોને ખુલ્લેઆમ જમીન પર બેસાડીને રૂપિયા આપવાનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં દાંતાના ભાજપના અગ્રણી એલ. કે. બારણ પણ ફરતા દેખાઈ રહ્યા છે. જોકે, ભાજપના ઉમેદવારે આ વીડિયોને ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, કોંગ્રેસના નેતાએ બદનામ કરવા કાવતરૂં ઘડ્યું છે.
દાંતા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. સતત બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે. ગત ૨૦૧૭ના યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ માલજીભાઈ કોડરવીને હરાવ્યા હતાં. તે ચૂંટણીમાં કાંતિભાઈ ૮૬૧૨૯ મત મળ્યા હતા. જ્યારે માલજીભાઈને ૬૧૪૭૭ મત મળ્યા હતા. આવી જ રીતે ૨૦૧૧ની ચુંટણીમાં કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ગમાભાઈ ખરાડીને ૧૮ ટકા મતની હરાવીને જીત મેળવી હતી. વર્ષ ૨૦૦૯માં પેટા ચૂંટણી થઈ હતી.