ડંકી’ મુવીના રિલીઝ પહેલાં શાહરુખ ખાને માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનુ આ વર્ષ લકી સાબિત થયુ છે. વર્ષના શરૂઆતમાં એક્ટરની ફિલ્મ પઠાન બોલિવૂડમાં બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. વર્ષના મિડમાં શાહરુખ ખાનની જવાન મુવી પણ મેગા બ્લોકબસ્ટર રહી. જો કે હવે ડંકી બોક્સઓફિસ પર ધમાલ મચાવશે કે નહીં એ હવે જોવાનં રહ્યું. વર્ષના અંતમાં કિંગ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ થશે. આમ, ફિલ્મના રિલીઝ પહેલાં ફરી એક વાર શાહરુખ ખાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા છે.

શાહરુખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ ડંકી રિલીઝ થવાની હવે તૈયારીમાં છે. ફિલ્મના રિલીઝ પહેલાં શાહરુખ ખાને માતા વૈષ્ણોદેવી સામે માથુ ટેકવ્યુ હતુ. મંગળવારના રોજ એટલે કે આજે સવારે દેવી માના દરબારમાં જોવા મળ્યો હતો. સોશિયલ મિડીયામાં સામે આવેલા વિડીયોમાં શાહરુખ ખાન કાળા ચશ્મા અને હુડી જેકેટની સાથે પોતાની ઓળખ છુપાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક્ટરે એની સિક્યોરિટી ગાર્ડ અને મેનેજર સાથે જોવા મળ્યો. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સત્તાવાર એક્સ હેન્ડલ પર વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને આજે માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કર્યા. 

ઉલ્લેખનીય છે કે  મેકર્સે ડંકીનો પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં બધા એક્ટર્સ જોવા મળ્યા હતા, પરંતુ હવે ટ્રેલરમાં ડંકીની કહાની થોડી વધારે જોવા મળી રહી છે. ટ્રેલરમાં ડંકીની કહાની 1995થી શરૂ થાય છે અને શાહરુખ સહિત બાખીના બધા એક્ટર્સ યંગ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. મજેદાર અંદાજમાં શરૂ થયેલી કહાની ધીરે-ધીરે એક સિરીયસ ટોપિકમાં બદલાઇ જાય છે અને પછી મોર્ડન કહાનીમાં પહોંચાઇ જાય છે જ્યાં શાહરુખનો લુક જોઇને તમે ખુશ થઇ જશો.

‘ડંકી’ મુવી 21 ડિસેમ્બરના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. હાલમાં મેકર્સે પોસ્ટર અને ટિઝર રિલીઝ કરીને ફેન્સનું એક્સાઇટમેન્ટ વધારી દીધુ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ‘ડંકી’ માં શાહરુખ ખાન સિવાય તાપસી પન્નુ, વિક્કી કૌશલ સહિત બીજા અનેક કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે હાલમાં કિંગ ખાનના ફેન્સને આશા છે કે આ મુવી પણ બોક્સઓફિસ પર છપ્પરફાડ કમાણી કરશે.