મુંબઇ,નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે મુંબાઈમાં એક મોટી ટિપ્પણી કરી નાખી હતી. તેમણે ભારતીય તહેવારો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, લાગે છે કે રામનવમી અને હનુમાન જયંતીના તહેવાર માત્ર દેશમાં દંગા ભડકાવવા માટે છે. દંગાઓના કારણે શહેરોનો માહોલ ખૂબ ઝેરી થઈ ગયો છે. દ્ગઝ્રઁ નેતા અહીં જ ન રોકાયા, તેમણે એમ પણ કહી નાખ્યું કે, આગામી વર્ષ ધાર્મિક દંગાઓવાળા રહેશે. જિતેન્દ્ર આવ્હાડનું નામ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યું છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર હ્યુમન કમિશન તેમની વિરુદ્ધ નોટિસ પણ જાહેર કરી ચૂક્યું છે. આમ આ પહેલી વખત નથી, જ્યારે જિતેન્દ્ર આવ્હાડનું નામ વિવાદ સાથે જોડાયું છે. ગયા વર્ષે મરાઠી ફિલ્મ ‘હર હર મહાદેવ’ની સ્ક્રિનિંગના સમયે તેમના પર એક દર્શક સાથે મારામારીનો આરોપ લાગ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે શૉને રોકવા માટેનો પ્રયાસ પણ કર્યો. જો કે, તેમણે તેને પોતાને ફસાવવાનું ષડયંત્ર બતાવ્યું હતું. ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ‘હર હર મહાદેવ’ ફિલ્મ પર એક મહિલાએ પણ આરોપ લગાવ્યો હતો. આ કેસ મુખ્યમંત્રીના એક કાર્યક્રમ સાથે જોડાયેલો હતો, જેમાં તે લાઇઓવરનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. મહિલાનો આરોપ હતો કે, જિતેન્દ્ર આવ્હાડે તેના ખભા પર હાથ રાખીને દબાવ્યો હતો. આ બાબતો સામે આવ્યા બાદ જિતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે તેનું કારણ તેમની વિરુદ્ધ ખોટા આરોપોને બતાવ્યા હતા.
એનસીપી નેતાએ ત્યારે કહ્યું હતું કે, તેમની વિરૂદ્ધ ખોટા કેસ નોંધાવવામાં આવ્યા છે. એટલે મેં ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તે લોક્તંત્રની હત્યા થતા નહીં જોઈ શકે. તો આ વર્ષે જાન્યુઆરીમાં જિતેન્દ્ર આવ્હવાડે ઔરંગઝેબને લઈને દાવો કર્યો હતો કે તે ક્રૂર અને હિન્દુ વિરોધી નહોતો. તેમણે કહ્યું હતું કે, છત્રપતિ સંભાજી મહારાજને બહાદુરગઢ લાવવામાં આવ્યા, જ્યાં તેમની આંખો કાઢી દેવામાં આવી.
બહાદુરગઢ કિલ્લા પાસે એક વિષ્ણુ મંદિર હતું. જો ઔરંગઝેબ ક્રૂર કે હિન્દુ વિરોધી હોત તો એ મંદિરને પણ તોડી દેતો. એ જ પ્રકારે ડિસેમ્બર ૨૦૨૧માં તેમણે મુસ્લિમોને કહ્યું કે, હતું કે હું બધા મુસ્લિમક ભાઈઓને અપીલ કરવા માગું છું કે વધારે ગોશ્ત ખાઈને માથું ન ગરમ કરો. એકદમ શાંતિથી કામ લો. તેઓ (વિરોધી પાર્ટીના લોકો) ઈચ્છે છે કે તમારું માથું ગરમ થઈ જાય. માથા પર બરફ રાખો અને મોઢામાં સોપારી, પાન, રજનીગંધા જે ખાવાનું હોય એ ખાઓ, પરંતુ માથા પર બફર, મોઢાને તાળું, કશું નહીં થાય.