દક્ષિણ ગુજરાતમાં (heavy rain in south Gujarat) અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને નવસારી, ડાંગ જિલ્લામાં ભારે વરસાડ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા (Dang heavy rain) ત્રણ દિવસ થી અવરીત વરસી રહેલા મેઘરાજા એ સમગ્ર ડાંગ જિલ્લામાં જળ બમ્બાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. વઘઇ સાપુતારા (saputara) અને આહવા વઘઇ થઈ કાલીબેલ વિસ્તારોમાં માર્ગ ઉપર ઠેરઠેર વૃક્ષો સહિત માટી,પથ્થર ધસી પડવાના બનાવો બન્યા હતા. જેમાં વાહન ચાલકોને થોડા સમય માટે મુશ્કેલી વેઠવી પડી હતી.
કાસવદહાડ-સુંદા વચ્ચે વીજ લાઈન પર વૃક્ષ ધરાશાઇ થયુ હતું, તેમજ જામલાપાડા મહાલ માર્ગ ઉપર પથ્થરની શીલા સહિત વીજ પોલ તૂટી પડતા માર્ગ અવરોધવા સાથે કલાકો સુધી આ વિસ્તારમાં વીજ ડુલ થઈ જતા લોકોને મુશ્કેલી પડી હતી. ડાંગમા વરસી રહેલા ભારે વરસાદને પગલે લોકમાતાઓ રોદ્ર રૂપ ધારણ કરી વહેતી થઈ હતી.અનેક નાના મોટા જલધોધ ફૂટી નીકળતા સૌંદર્ય સોલેકળાએ ખીલી ઉઠ્યું હતું.