ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે હોદ્દા પરથી રાજીનામુ આપ્યું

U

ડાંગ,દક્ષિણ ગુજરાતએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ગઢ ગણાય છે ત્યારે આ ગઢમાં ગાબડું પડયું છે ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે તેઓએ પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે તેમણે લખ્યું કે હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચુંટાયેલા પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામ પડયું છે. ચર્ચા છે કે ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઇને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી જિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામુ આપી શકે છે ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જીલ્લામાં થતા ભ્રષ્ટ્રાચારને લઇ અવાજ પણ ઉઠાવ્યો હતો ભાજપ પ્રમુખના રાજીનામાને લઇ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.