દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકની ‘ગરબા નાઈટ’નાં નામે છેતરપિંડી

મુંબઇ, મુંબઈમાં પ્રખ્યાત દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકની ‘ગરબા નાઈટ’ માટે પાસ ખરીદવાના નામે ૧૫૬ યુવકો સાથે છેતરપિંડી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બાબતની માહિતી મળતાં જ મુંબઈની પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એમએસબી પોલીસે આરોપી વિશાલ શાહ અને અન્યો સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦ અને ૩૪ હેઠળ કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. હકીક્તમાં, મુંબઈના બોરીવલી વિસ્તારમાં ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક તેમાં દેખાવાની હતી. આ દાંડિયા નાઈટમાં હાજરી આપવા માટેના પાસની કિંમત ૪૫૦૦ રૂપિયા હતી.

સસ્તા દરે પાસ અપાવવાની લાલચ જોઈ આરોપીઓએ લોકોનો ફાયદો ઉઠાવી તેમની સાથે છેતરપિંડી કરી હતી. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા એક યુવકને ખબર પડી કે બોરીવલીમાં ફાલ્ગુની પાઠકના કાર્યક્રમનો સત્તાવાર સેલર હોવાનો દાવો કરનાર વિશાલ શાહ સસ્તા ભાવે પાસ આપી રહ્યો છે. ફરિયાદીને ખબર પડી કે રૂ. ૪૫૦૦ના બદલે શાહ રૂ. ૩૩૦૦માં પાસ આપી રહ્યા હતા. આ પછી પીડિત યુવક અને તેના મિત્રો આ પાસ ખરીદવા માટે તૈયાર થયા અને અન્ય મિત્રોને પણ પૂછ્યું. આ પછી ફરિયાદી સહિત કુલ ૧૫૬ લોકો પાસ ખરીદવા સંમત થયા હતા.

આ પછી ફરિયાદી અને તેના બે મિત્રોએ પૈસા ભેગા કર્યા અને પછી શાહે તેમને આ પૈસા બોરીવલી ન્યૂ લિંગ રોડ પર લાવવા કહ્યું. ત્યાં શાહનો એક માણસ પૈસા લઈને તેને પરત કરવા જતો હતો. શાહની સૂચના મુજબ ત્રણ યુવકો ત્યાં પહોંચ્યા અને પૈસા એક વ્યક્તિને આપી દીધા. બાદમાં શાહે તેને યોહી નગરનું સરનામું આપ્યું અને ત્યાં જઈને પાસ લેવા કહ્યું. જ્યારે ત્રણેય મિત્રો યોગી નગર પહોંચ્યા ત્યારે તેઓને જગ્યા મળી ન હતી, ત્યારે તેમને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી, ત્રણેય યુવકો મુંબઈના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ કરી, જેના પછી પોલીસે કેસ નોંધ્યો અને આરોપીની શોધ શરૂ કરી.