
દમણ મ્યુનિસિપલ કોર્પોરેશન (DMC)એ ખારીવાડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે બંધાયેલી મસ્જિદને તોડી પાડવા માટે નોટિસ જારી કરી છે.મસ્જિદનું બાંધકામ સર્વે નંબર 539/2 અને 3 પર કરવામાં આવ્યું છે. આ બાંધકામ પાલિકાની પૂર્વ પરવાનગી કે લાયસન્સ વગર કરવામાં આવ્યું હતું. વધુમાં, ઈમારતના પ્લોટમાં એફ.એસ.આઈ.નું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
DMCના ચીફ ઓફિસરે મકાન માલિકને કારણદર્શક નોટિસ પાઠવી હતી. મકાન માલિક દ્વારા આપવામાં આવેલા જવાબો પાલિકાને સંતોષકારક લાગ્યા નથી. આ કારણે હવે ઈમારતના રહેવાસીઓને 15 દિવસની અંદર મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદામાં ઈમારત ખાલી કરવામાં નહીં આવે તો ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.