ધોધંબા,ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકના પ્રોહિબીશન ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નંદેસરી વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકે આરોપી પ્રકાશચંદ્ર બદ્રીલાલ પીચી (વડોદરા) નંદેસરી વિરૂદ્ધ પ્રોહિબીશન ગુનો નોંધાયેલ હોય અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ હોય પોલીસને મળેલ બાતમીના આધારે નંદેસરીથી ઝડપી પાડવામાં આવ્યો.