દમણના બામણપૂજા ગામે નદીમાં ડૂબી જવાથી ૩ યુવકના મોત, ૨ કલાકની શોધખોળ બાદ મળ્યા મૃતદેહ

Valsad : દમણના બામણપૂજા ગામે નદીમાં ડૂબી જવાથી 3 યુવકના મોત નીપજ્યા છે. નાની દમણ ખારીવાડના 3 યુવક નદીમાં નાહવા માટે ગયા હતા. પરંતુ ડૂબી જવાથી ત્રણેયના મોત થયા. 2 કલાકની શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ છે.

તો બીજી તરફ દમણના કચી ગામે સ્વિમિંગપુલમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટના સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસ પર બની હતી. ઉમરસાડીનો પટેલ પરિવાર સાંસદના ફાર્મ હાઉસ પર ફરવા આવ્યો હતો અને અન્ય પરિવાર બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હતા.

તે સમયે બાળકો સ્વિમિંગપુલમાં નાહવા પડયા હતા. જયાં 15 વર્ષના નિવ પટેલ નામના બાળકનું ડૂબી જવાથી મોત નીપજયું છે. બનાવને પગલે પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.