દલિત-આદિવાસી સંગઠનોનું ભારત બંધ: ઓડિશામાં રેલ સેવા પ્રભાવિત; બિહાર અને યુપીમાં બંધની અસર જોવા મળી,ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયા

દલિત અને આદિવાસી સંગઠનોએ બુધવારે ’ભારત બંધ’નું એલાન આપ્યું હતું હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માંગ કરવા માટે બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું .આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અને એસસી/એસટી અનામત પાછી ખેંચવાની માંગ કરવા માટે ભારત બંધનું આહ્વાન કર્યું હતું ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.બિહાર,ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં વ્યાપક અસર જોવા મળી હતી

ભારત બંધની અસર બિહારના પટનામાં પણ જોવા મળી હતી મહેન્દ્રુ સુલતાનગંજ વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દેખાવકારોએ આંબેડકર હોસ્ટેલ પાસે આગચંપી કરી હતી અને અશોક રાજપથને બ્લોક કરી દીધો હતો. અહીં બાયપાસ વિસ્તારમાં જામની અસર જોવા મળી હતી છે. અહીં પણ વાહનવ્યવહાર ખોરવાયો હતો સિવાનમાં ભારત બંધની મિશ્ર અસર જોવા મળી હતી.

બંધને સફળ બનાવવા માટે, ભીમ આર્મી અને સીપીઆઈએમએલના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તમામ આંતરછેદો બ્લોક કરી દીધા હતા. બાઈક, ઓટો, બસો પણ જ્યાં હતી ત્યાં જ પાર્ક થઈ ગઈ હતી. ધારાસભ્ય અમરજીત કુશવાહાએ કહ્યું કે બંધારણમાં સુધારો થવો જોઈએ. બંધારણ સાથે છેડછાડ અને અનામત સાથે છેડછાડ એ બંધારણનું ઉલ્લંઘન છે. તેથી જ અમે આજે ભારત બંધ કરી રહ્યા છીએ.

બહુજન સમાજ પાર્ટી અને ભીમ આર્મીના કાર્યકરોએ ભારત બંધને લઈને રોહતાસના સાસારામમાં હિંસક પ્રદર્શન કર્યું અને પોસ્ટ ઓફિસના ચોકને સંપૂર્ણ રીતે બ્લોક કરી દીધો. લગભગ બે કલાક સુધી પોસ્ટઓફિસ ચોકડી સંપૂર્ણપણે જામ થઈ ગઈ છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. માર્ગને વાંસ, બેટ અને દોરડાથી ઘેરી લેવામાં આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યકરોનું કહેવું છે કે અનામતના નામે ક્યારેક સંસદ તો ક્યારેક સુપ્રીમ કોર્ટ વિવિધ આદેશો જારી કરી રહી છે. આવી સ્થિતિમાં બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ બંધારણ ખતરામાં છે. સમયાંતરે અનામત પર સવાલો ઉઠાવવામાં આવે છે. જેના વિરોધમાં આ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમની માંગ છે કે સરકારે સુપ્રીમ કોર્ટમાં લીધેલા નિર્ણય સામે સંસદમાં વટહુકમ લાવવો જોઈએ અને બહુજન સમુદાયના હિતમાં નિર્ણય સુરક્ષિત કરવો જોઈએ.

પટનામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રદર્શનકારીઓએ કહ્યું કે જે પણ અમારી સાથે ટકરાશે તેના ટુકડા કરી દેવામાં આવશે. પોલીસ પ્રશાસન માટે અફસોસ, ગુંડાગીરી દૂર નહીં થાય. તેઓ કહે છે કે અમે અમારો અધિકાર માંગીએ છીએ. તેમનું કહેવું છે કે અમે ડાકલા ચારરસ્તા પર ઉભા છીએ અને અમે લોક્તાંત્રિક રીતે વિરોધ કરી રહ્યા છીએ. પોલીસ પ્રશાસન હંમેશા અમને આમ કરવાથી રોકે છે. બંધના સમર્થકો સતત અવરોધ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંધ સમર્થકોને રોકવા માટે ડાક બંગલા ચોક પર મોટી સંખ્યામાં પોલીસ દળો અને ઘણા અધિકારીઓ પણ તૈનાત છે. ડાક બંગલા ચારરસ્તા તરફ જતા રસ્તાઓ બંધ છે. બસપાના સમર્થકો સુપ્રીમ કોર્ટ હોશમાં આવે તેવા નારા લગાવ્યા હતાં

પટનામાં પ્રદર્શનકારીઓ ડાકબંગલા ચારરસ્તાથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પટના પોલીસે સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માન્યા નહીં. પોલીસે બેરીકેટ્સ ઉભા કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દેખાવકારોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. વિરોધ ઉગ્ર થતાં પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ વોટર કેનનનો ઉપયોગ પણ કર્યો હતો ભારત બંધની અસર હવે પટનામાં પણ જોવા મળી રહી છે.

દેખાવકારોએ આંબેડકર હોસ્ટેલ પાસે આગચંપી કરી હતી અને અશોક રાજપથને બ્લોક કરી દીધો હતો. ઝારખંડમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ એસસી એસટી આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો અને તેને પાછી ખેંચવાની માંગણી સાથે ભારત બંધનું આહ્વાન કર્યું.જે સફળ રહ્યું હતું મોટાભાગની દુકાના વેપારી સંસ્થાનો બંધ રહી હતી ઝારખંડના ધનબાદ,ગિરિડીહ રાંચી રામગઢ સહિત અનેક અન્ય શહેરોમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. હજારીબાગમાં માર્ગ પર ઉતરેલા સમર્થકોએ અનેક રાહદારીઓ સાથે મારપીટ પણ કરી હતી ભારત બંધને લઈને મયપ્રદેશના ગ્વાલિયરમાં કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં અનામત પર સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં ’આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિ’ આજે એક દિવસીય ભારત બંધનું એલાન આપ્યું હતું જે સફળ રહ્યું હતું. લખનૌના આંબેડકર ચોર પર મોટી સંખ્યામાં બસપાના કાર્યકર્તા અને સમર્થન એકત્રિત થયા હતાં અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગ્રામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં એક સમુહ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આવી જ સ્થિતિ કાનપુરમાં જોવા મળી હતી.

ઉન્નાવ,અલીગઢ મુઝફફરનગર સંભલ જાલૌન ઇટાવા મથુરા હાથરસ અને ગોરખપુર સહિત અનેક જીલ્લામાં પણ અનામતના સમર્થનમાં વિવિધ સંગઠનોએ સરધસો કાઢયા હતાં અને પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં પણ બંધની અસર જોવા મળી હતી. બંધને કારણે જયપુર સીકર અલવર દૌસા સવાઇ માધોપુર જૈસલમેર બાડમેર બીકાનેર ટોંક ભીલવાડામાં સ્કુલો કોલેજો બંધ રાખવામાં આવી હતી. જયપુરમાં રામનિવાસ બાગથી એક રેલી કાઢવામાં આવી હતી. જયપુરમાં બજારો દુકાનો બંધ રહેવા પામી હતી ઓરિસ્સામાં પણ બંધ જોવા મળ્યું હતું બંધ સમર્થકોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતાં અને ચક્કાજામ કર્યો હતો અને રેલવે ટ્રેક પર પ્રદર્શન કર્યા હતાં જેથી રેલવે સેવાને અસર થઇ હતી

ભારત બંધની મહારાષ્ટ્રમાં પણ અસર જોવા મળી હતી અહીં મુખ્ય બજારોમાં સન્નાટો છવાઇ ગયો હતો શાળા કોલેજો બંધ રહેવા પામી હતી બીડ બજારથી રેલી કાઢવામાં આવી હતી.