બીજીંગ,
કોરોના વાયરસને લઈને ચીને દક્ષિણ કોરિયા પર જવાબી કાર્યવાહી કરી છે. ડ્રેગને દક્ષિણ કોરિયામાં ચીનના પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટનો વિરોધ કર્યો છે અને હવે પ્રવાસન અથવા વ્યવસાયના સંબંધમાં દેશમાં આવતા દક્ષિણ કોરિયના લોકો માટે વિઝા બંધ કરી દીધા છે. એટલે કે હવે ચીન દક્ષિણ કોરિયાના લોકોને વિઝા નહીં આપે. સિઓલમાં ચીની દૂતાવાસે ઓનલાઈન પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી દક્ષિણ કોરિયા ચીનના લોકોના પ્રવેશ અંગે ભેદભાવપૂર્ણ પગલાને હટાવશે નહીં ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. આ સંદર્ભે અન્ય કોઈ વિગતો આપવામાં આવી નથી.
ચીને તે દેશો સામે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે, જેણે ચીનના પ્રવાસીઓ માટે છેલ્લા ૪૮ કલાકમાં કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી બનાવી દીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીન પર રોગચાળા દરમિયાન આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ચીનમાં પ્રતિબંધો હટાવ્યા બાદ કોવિડના કેસોમાં ઝડપથી વધારો થવાની માહિતી છે.
૨ જાન્યુઆરીએ દક્ષિણ કોરિયાએ ચીનથી આવતા તમામ લોકો માટે દેશમાં પ્રવેશતા પહેલા આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કર્યો છે. જેઓ સંક્રમિત જોવા મળે છે તેમને એક અઠવાડિયા માટે અલગ રાખવામાં આવે છે. એટલું જ નહીં, દક્ષિણ કોરિયાએ હોંગકોંગ અને મકાઉના મુસાફરો માટે તેમની લાઈટમાં સવાર થતાં પહેલાં પીસીઆર અથવા એન્ટિજેન ટેસ્ટ કરાવવું ફરજિયાત કર્યું છે.
ચીનના પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે આગામી ૪૦ દિવસ સુધી દેશમાં ઓછામાં ઓછા બે અબજ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા છે. આ દરમિયાન તેઓ કોવિડ પ્રતિબંધ વિના મુસાફરી કરી શકશે. ચીનમાં કોરોના વાયરસ સતત તબાહી મચાવી રહ્યો છે અને દેશની આરોગ્ય વ્યવસ્થા પહેલાથી જ ખુલ્લી પડી ગઈ છે. શૂન્ય કોવિડ પોલિસી હટાવ્યા પછી, કોરોના ચીનમાં પાછો ફર્યો અને કરોડો લોકો તેનાથી સંક્રમિત થવાની આશંકા છે. દરમિયાન, ચીનના પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે આગામી ૪૦ દિવસ સુધી દેશમાં ઓછામાં ઓછા બે અબજ લોકો મુસાફરી કરે તેવી અપેક્ષા છે. આ દરમિયાન તેઓ કોવિડ પ્રતિબંધ વિના મુસાફરી કરી શકશે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી ચીનમાં કોરોનાનો પ્રકોપ વધશે.