દક્ષિણ ચીન સમુદ્રમાં વધ્યો તનાવ: ચીને લશ્કરને યુદ્ધ માટે આપ્યો આદેશ, અમેરિકાએ પણ શરૂ કર્યો જંગી યુદ્ધાભ્યાસ

બીજીંગ,દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા વચ્ચેનો મુકાબલો વધુ વધી ગયો છે.અમેરિકા અને ફિલિપાઈન્સે અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ કરી છે. આ કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો તણાવ વધુ વધી ગયો છે. આ કારણે ચીને પણ પોતાની સેનાને યુદ્ધ માટે એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. તેનાથી દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધ ફાટી નીકળવાનું જોખમ વધી ગયું છે. અમેરિકા અને ફિલિપાઈન્સે દક્ષિણ ચીન સાગરમાં એક મોટી યુદ્ધ કવાયત શરૂ કરી છે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિએ દેશની સશસ્ત્ર દળોને વાસ્તવિક યુદ્ધની જેમ તેમની તાલીમ લેવાનો આદેશ આપ્યો છે.ચીની મીડિયાએ બુધવારે આ જાણકારી આપી.

ચીની મીડિયા અનુસાર, તાજેતરમાં ચીની સેનાએ તાઈવાનની નજીક આક્રમક કવાયત કરી હતી.મંગળવારે નૌકાદળના નિરીક્ષણ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીની સેનાને સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. ચીને તાજેતરમાં તાઈવાનની નજીક દાવપેચ કરીને આ ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે. ચીન હંમેશાથી તાઈવાનને પોતાનું હોવાનો દાવો કરતું આવ્યું છે.

ચીનના યુદ્ધ જહાજો દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન યુદ્ધ જહાજો પર સતત નજર રાખી રહ્યા છે.આ તણાવ વચ્ચે શી જિનપિંગે સશ દળોના સધર્ન થિયેટર કમાન્ડનું નિરીક્ષણ કર્યું અને યુદ્ધની તૈયારી કરવા સૂચના આપી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિરીક્ષણ દરમિયાન ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વ અને દરિયાઈ હિતોનું રક્ષણ કરવા સૂચના આપી હતી. તેમણે પીપલ્સ લિબરેશન આર્મીની એસટીસી નેવીને સશસ્ત્ર દળોની તાલીમ ઝડપી બનાવવા અને યુદ્ધની તૈયારી કરવા કહ્યું જેથી દક્ષિણ ચીન સાગરના સમગ્ર વિસ્તારની રક્ષા કરવામાં કોઈ ભૂલ ન થાય.