દક્ષિણ ભારતમાં હિન્દી પ્રમોશન ફંડનો દુરુપયોગ, સીબીઆઇએ નોંધ્યો ભ્રષ્ટાચારનો કેસ

નવીદિલ્હી,

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના પૂર્વ અધ્યક્ષ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. સીબીઆઈએ સંગઠનના પૂર્વ પ્રમુખ શિવયોગી આર નિરલકટ્ટી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સીબીઆઈએ શિવયોગી વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર હેઠળ કેસ નોંધ્યો છે.

તેના પર સંસ્થાના ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. નિરલકટ્ટી તે સમયે ડીબીએચપીએસના ચીફ હતા.મહત્વનું છે કે,ડીબીએચપીએસ દક્ષિણ ભારતના તે રાજ્યોમાં હિન્દી ભાષાના શિક્ષણમાં સુધારો કરે છે. સીબીઆઈએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ (સીબીઆઇ)એ ધંડાપાનીની ફરિયાદના આધારે નિરલકટ્ટી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

સીબીઆઈએ જણાવ્યું કે ‘સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખા, જે મદુરાઈમાં છે, તેણે ગયા વર્ષે ૨૮ ફેબ્રુઆરીથી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તેમણે આ તપાસ નીતા પ્રસાદની ફરિયાદ પર તપાસ શરૂ કરી હતી, જેઓ શિક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે અને વિજિલન્સ અધિકારી છે.સીબીઆઈએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જ જાણવા મળ્યું છે કે ડીબીએચપીએસના ભંડોળને ૨૦૦૪-૨૦૦૫ અને ૨૦૧૬-૧૭ની વચ્ચે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જેમાં નિરલકટ્ટીના પિતા કે જેઓ હવે આ દૂનિયામાં રહ્યા નથી અને અન્ય લોકો પણ સામેલ હતા. દક્ષિણ ભારતમાં હિન્દી ભાષા માટે કેન્દ્ર સરકાર તરફથી જે ફંડ આપવામાં આવ્યું હતું તેનો દુરુપયોગ ડીબીએચપીએસના તત્કાલિન પ્રમુખે કર્યો હતો.

સીબીઆઈએ એફઆઈઆરમાં લખ્યું કે, પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિન્દીના પ્રમોશન માટે શિક્ષકોને માનદ વેતન ચૂકવવા માટે કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી ગ્રાન્ટને બી.ઇડી કૉલેજ, ડીબીએચપીએસએ કર્ણાટકના નિયંત્રણ દ્વારા ધારવાડનો ઉપયોગ પ્રિન્સિપાલો, શિક્ષકો, કારકુનો અને પટાવાળાને પગાર ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો.પીઇએ ખુલાસો કર્યો હતો કે, શિક્ષકોને અનુદાનના વિતરણના નામે ૭.૪૪ કરોડ રૂપિયાની રોકડની ઉપાડ કરવામાં આવી હતી, જ્યારે લાભાર્થીઓને માત્ર ચેક અને ડિમાન્ડ ડ્રાટ દ્વારા અનુદાન ચૂકવવામાં આવવું જોઈતું હતું.