ડાકોર વિનોદચંંદ્ર મહારાજ આશ્રમ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અને હેલ્થ એવરનેશ કેમ્પ યોજયો

શહેરા,પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ,પારૂલ ઇન્સિટટયૂટ ઓફ પોલિટેકનિક અને પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ પારૂલ યુનિવર્સિટી ગજજ યુનિટ વડોદરા દ્વારા 19 માર્ચ 2023ને મંગળવારના રોજ મહંત વિનોદચંદ્ર મહારાજ આશ્રમ,મંગલમ મંદિર નજીક, કોર્ટ રોડ ડાકોર ખાતે સ્વચ્છ ભારત અભિયાન અને હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ પારૂલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ ડીન હેમંત તોષિખાને અને ડો. સંગીતા તોષિખાને દ્રારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમાં સફળતા પૂર્વકનું નેતૃત્વ ગજજ કોર્ડિનેટર પા.યુ. ડો હેમાંગ જોષી અને ડો નિરવ પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર પિંકી પરમાર, ઉન્નતિ શાહ અને અક્ષીતા ટક્કર દ્વારા સક્રિય ફાળો આપવામાં આવ્યો હતો. મહંત વિનોદચંદ્ર મહારાજે ભાવિ વિધાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે સંબોધન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ડો મિહિર એચ. પટેલ,ડો હાર્દિક પી. પ્રજાપતિ અને ડો માનવ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ ડાકોરની સ્થાનિક જનતા તેમજ ભક્તજનોએ લીધો હતો.

Don`t copy text!