ડાકોર, ડાકોરમાં વોર્ડ નં.-1, 2, 3,4 અને 5માં છેલ્લા ધણા દિવસોથી ગટરનુ દુષિત પાણી આવવાનુ શરૂ થયુ હતુ. જેના કારણે રહિશોમાં રોગચાળો થવાનો ભય ફેલાયો છે. ધરમાં શુદ્ધ પાણી ન આવતા ગૃહિણીઓને કુવા અને બોરના પાણી ઉપયોગમાં લેવાનો વારો આવ્યો છે.
ડાકોર નગરપાલિકાના ગેરવહીવટના કારણે રોગ થવાના ડરથી પાણીને ઉકાળીને અને બોર અને કુવાના પાણી પીવાનો વારો આવ્યો છે. દુષિત પાણીના કારણે મહિલાઓને રોજીંદા કામકાજ કરવા કુવાનુ માટે દુર દુર સુધી લેવા માટે જવાનો વારો આવતા ગૃહિણીઓની પરેશાનીમાં વધારો થવા પામ્યો છે. પાલિકા દ્વારા દુષિત પાણીની પાઈપલાઈનો ટુંક સમયમાં રિપેર ન કરાતા આ વોર્ડના ધરોમાં, ટાઈફોઈડ, કમળો, કોલેરા જેવી બિમારી તેમજ ઝાડા-ઉલ્ટી થવાના ભયના ઓથાર હેઠળ લોકો જીવી રહ્યા છે. નગરપાલિકાને લાખો-કરોડો રૂિ5યાનો ટેકસ ભરવા છતાં શુદ્ધ પાણી ન મળતા હાલ રહિશોની હાલત કફોડી બની છે. તથા નગરપાલિકામાં ચીફ ઓફિસર સોમવારથી 15 દિવસથી રજા ઉપર અને અન્ય જવાબદાર સ્ટાફ પણ રજા ઉપર ઉતરી ગયા હોવાની જાણકારી મળી છે.