ડાકોર, ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ધણા સમયથી ચર્ચાઓમાં આવેલા નોૈકાવિહાર સામે સખ્ત કાર્યવાહી કરવા માટે જીતુભાઈ સેવક દ્વારા અધિકારીઓને અરજી કરવામાં આવી હતી. જેમાં નોૈકા ચલાવી રહેલ એજન્સીઓ સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ 19 દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ કામગીરી કરાઈ નથ હતી. જાગૃત નાગરિક દ્વારા એસડીએમ, નગરપાલિકા અને કલેકટરને અરજી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ધણા સમયથી પૈસા કમાવવાની દ્રષ્ટિના કારણે સુર્યાસ્ત બાદ પણ નોૈકાવિહાર ચાલી રહ્યાની ફરિયાદ ઉઠી છે. જેના કારણે યાત્રાળુઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અગાઉ પણ પ્રમુખ દ્વારા નિતી નિયમના ભંગ કારણે આ નોૈકાવિહાર બંધ કરાવવામાં આવ્યુ હતુ. ફરી નોૈકાવિહાર ચાલુ થઈ જતાં કાયદા અને નિયમોના ભંગ થયા હતા. પરંતુ હાલ કોઈ પણ અધિકારી જોવાવાળુ ન હોય ખુલ્લેઆમ નોૈકાવિહાર ચાલી રહી છે. પાલિકાએ પોતાની શરતોનુ પાલન થાય છે કે નહિ તેનુ ચોકકસ રીતે ઘ્યાન રાખવાનુ હોય છે. નિયમમાં સીધી જોગવાઈ કરેલી છે કે સુયાર્ર્સ્ત બાદ કોઈપણ નાવ જે ગોમતીમાં પરીભ્રમણ કરી શકશે નહિ તેમ છતાં કયાંક ને કયાંક પૈસા કમાવવાની લાલચના કારણે લોકોના જીવ જોખમમાં મુક્તિ આ એક એજન્સી છે. લાઈટ પણ બોટમાં ચાલુ રાખીને સુર્યાસ્ત બાદ નોૈકાવિહારના ચાલકો પોતાની નોૈકા ગોમતી તળાવમાં ચલાવતા હોય છે. હાલના સમયમાં કોઈપણ અધિકારી આ ઘ્યાન આપવા માટે તૈયાર નથી. આ અંગે ડાકોર પાલિકાના ચીફ ઓફિસર દિનેશ ડામોરે જણાવ્યુ હતુ કે, મારી પાસે એક અરજી આવી છે તપાસ કરીને એજન્સીને લેખિતમાં પણ સુચના આપી દઈશ.