ડાકોર મુકામે સબ-ડિસ્ટ્રીકટ હોસ્પીટલના નવીન બીલ્ડીંગનું વડાપ્રઘાનના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

  • આજે તા.25.02.24 ને રવીવારે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાકોર ખાતેના સબ- ડિસ્ટ્રીકટ હોસ્પીટલના નવીન બીલ્ડીંગનું ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું.

નડીયાદ, અંદાજીત રૂ.20 કરોડના ખર્ચે બનેલ આ નવીન બીલ્ડીંગ થી ડાકોર તથા આજુબાજુના તાલુકાના લોકોને સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, એનેસ્થેટીક,સીએમ સેતુ અંતર્ગત જનરલ સર્જન,ડેન્ટીસ્ટ ફીજીયોથેરાપીસ્ટ વગેરેની આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે.

આ નવીન બીલ્ડીંગમાં લેબોરેટરી ,એકસ-રે, ઇમરજન્સી,ગાયનેક,આઇ.સી.યુ,લેબર-રૂમ,ફીમેલ વોર્ડ,મેલ વોર્ડ, ઓપરેશન થીયેટર,દાંત વિભાગ,આઇ.સી.ટી.સી વિભાગ,એસ.ટી.ડી. કાઉન્સીલીંગ, તેમજ બ્લડ સ્ટોરેજ યુનીટ ટ્રોમા સેન્ટર ,ડાયાલીસીસ વોર્ડ જેવા વિભાગો ઉપલબ્ધ છે.

ડાકોર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, માતર ધારાસભ્ય કલ્પેશભાઇ પરમાર જીલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવ, ડો.વી.એ.ધ્રુવે સીડીએચઓ. નડીયાદ, ડો.કવીતા શાહ સીડીએમઓ. સીવીલ નડીયાદ, ડો.તૃપ્તી શાહ સુપ્રિટેન્ડેન્ટ એસડીએચ.ડાકોર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યા હતા.