
દાહોદ,લોકસભા બેઠકનાં પોલીસ ઓબ્ઝર્વર નિવેદિતા કુકરેટી કુમાર દ્વારા ગરબાડા તાલુકાના બુથો, ચેકપોસ્ટ અને ગરબાડા ખાતે ઊટખ રિસીવ ડિસપેચીગ સેન્ટર સ્ટ્રોંગરૂમની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ ઓબ્ઝર્વર નિવેદિતા કુકરેટી કુમાર ગામના બુથો EVM રિસીવ ડિસપેચીગ સેન્ટર સ્ટ્રોંગરૂમની અને ચેક પોસ્ટની મુલાકાત લઈને મતદારો માટેની જરૂરી ભૌતિક સુવિધા, રેમ્પ, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણી તેમજ ટોયલેટની વ્યવસ્થા અંગેની ચર્ચાઓ કરી હતી. ઉપસ્થિત અધિકારીને યોગ્ય સૂચન આપ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.