દાહોદ શહેરમાં વર્ષોથી બંધ પડેલું અજુમન દવાખાનું ફરી શરૂ કરવાની તૈયારીમાં :૨૦૦ બેડ કોરોનાંના દર્દીઓમાટે મુકવામાં આવ્યા

દાહોદ,
દાહોદ શહેરના હુસેની મસ્જિદ દવાખાનું ફરી શરૂકરવાની તૈયારીઓમાં લોકો લાગ્યા છે. ૨૦૦૪ થી બંધ પડેલું અજુમન દવાખાના ને હાલ બંધ થયા વર્ષો વીતી ગયા છે. હાલ જ્યારે દિવસે ને દિવસે દાહોદ જિલ્લામાં કોરોનાંનું સંક્રમણ વધી રહ્યું છે.

અન્ય બીજા રાજ્યો માંથી લોકો દાહોદમાં કોરોનાની સારવાર અર્થે લોકો આવતા હોય છે. ત્યારે લોકોને બેડ ન મળતા કોરોનાંના દર્દીઓને મુશ્કેલીયો વેઠવી પડતી હોય છે. ત્યારે એ વાત અજુમન ટ્રસ્ટના આગેવાનો નજમુદ્દીન ગાગરડીવાલા, બુરહાનભાઈ બુટવાલા, સિકંદરઅલી સૈયદ, હુસેનભાઈ ગાગરડીવાલા, ઇશમાઈલભાઈ જાદલીવાલાના આગેવાનો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરના સાથે અજુમન દવાખાનાને કોવીડ સેન્ટર માટે ની પરમિશન માંગવામાં આવી. જેથી અજુમન ટ્ર્સ્ટના હોદ્દેદારોની રજુઆત બાદ જિલ્લા કલેક્ટર અજુમન દવાખાનાની મુલાકાત લઈ નિણર્ય લેવાનું જણાવ્યું હતું. જેથી અજુમન ટ્રસ્ટના આગેવાનો દ્વારા અજુમન દવાખાનાને સફાઈ હાથ ધરવામાં આવી છે. જીલ્લા કલેક્ટર દવાખાનાની મુલાકાત લીધા પછી ૧૦ દિવસમાં અજુમન દવાખાનામાં ૨૦૦ ઓક્સિજન મૂકવામાં આવશે. હાલ વર્ષો પછી અજુમન દવાખાનું ફરી શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ છે.