દાહોદ નગરપાલિકાના કાઉન્સીલરો સહિત પાલિકાના પુર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો રાજસ્થાન ખાતે પ્રવાસે ગયાં હતાં અને જ્યાં ભગવાનના ગીત પર નાચગાન કરતાં હતાં ત્યારે કોઈકે તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાંની સાથે કોઈક ઈસમ દ્વારા આ વિડીયોને એડીટીંગ કરી ભગવાનના ગીતના સ્થાને દારૂના સંબંધિત કોઈને ઉમેરી સોશિયલ મીડીયામાં આ વિડીયો ભારે વાઈરલ થતાં દાહોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા આ મામલે સાયબર ક્રાઈમ, દાહોદ ખાતે ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ નગરપાલિકાના કાઉન્સીલર તેમજ પાલિકાના પુર્વ પ્રમુખ રીનાબેન પંચાલ સહિત ભાજપના હોદ્દેદારો રાજસ્થાનના પ્રવાશે ઉનાળુ વેકેશન કરવા ગયાં હતાં. જ્યાં તમામ હોદ્દેદારો ભગવાનના ગીત પર નાચગાન કરતાં હતાં ત્યારે તે સમયે કોઈ વ્યક્તિ દ્વારા આ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. આ વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ વિડીયોનું એડીટીંગ કરી તેમાં ભગવાનના ગીતના સ્થાને દારૂને લગતુ ગીત એડીટીંગ કરી સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં જોતજોતામાં આ વિડીયો દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોના સોશિયલ મીડીયામાં ભારે વાઈરલ થઈ ગયો હતો. આ અંગેની જાણ પ્રવાસે ગયેલા ભાજપના હોદ્દેદારોને થતાં તેઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. ત્યારે આ મામલે દાહોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા સાયબર ક્રાઈમ, દાહોદ ખાતે ફરિયાદ કરી છે જેમાં તેઓના જાણવા મળ્યાં અનુસાર, પોતે અને તેઓની સાથે પોતાના ભાજપના કેટલાંક હોદ્દેદારો રાજસ્થાનના પ્રવાસે ગયાં હતાં જેમાં મહિલાઓ, પુરૂષો અને અન્ય ભાઈઓ પણ સામેલ હતાં. જેમાં ગ્રૃપમાં રહી સાથે બધા મળીને નાચગાનનો આનંદ માણી રહ્યાં હતાં. જેનો વિડીયો કોઈ શખ્સ દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી વાઈરલ કરાયો હતો. ત્યાર બાદ આ વિડીયોમાં જે ગીત હતુ તેને એડીટ કરીને પોતાની છબી ખરડાય અને પોતાની શાખને નુકસાન પહોંચે તેવું ગીત ઉમેરી દેવામાં આવ્યું છે અને ત્યાર પછી તેને વાઈરલ કરી પોતાની જાહેર જીવનની સ્વચ્છ છબીને નુકસાન કરવાનું ગુનાઈત કૃત્ય કરેલ છે. ઉપરાંત પોતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને સંનિષ્ઠ કાર્યકર અને નગર સેવક હોઈ તેમ છતાં પોતાને નગરપાલિકાના બળવાખોર સભ્યો દર્શાવી પોતાની રાજકીય છબીને નુકસાન પહોંચે અને પોતાનું રાજકીય ભવિષ્ય જોખમાય તેવુ કૃત્ય કરેલ છે. જેથી આ કૃત્ય કરનાર વિડીયો ઉતારી વાયરલ કરનાર અને એડીટ કરીને વાયરલ કરી પોતાને બદનામ કરવાનું સુનિયોજીત કાવતરા રચનાર સામે તાત્કાલિક ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.