દાહોદ રવાડી ખેડા ગામે બાઈક ઉપર લઈ જવાતો 50 હજારનો દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના રવાડી ખેડા ગામેથી કતવારા પોલીસે મોટર સાયકલ પર લઈ જવા તો વિદેશી દારૂનો કુલ રૂપિયા 50, 580 ના પ્રોહી જથ્થા સાથે મોટરસાયકલ સાથે બે ખેપીયાઓને પોલીસે ઝડપી પાડી ફુલ રૂપિયા 1,20,580 નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ રવાડીખેડા ગામે નાખાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરી રહ્યા હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાયકલ પસાર થઈ હતી. મોટરસાયકલ નજીક આવતાની સાથે જ પોલીસે તેને ચારે તરફથી ઘેરી લીધી હતી અને મોટરસાયકલમાં ચાલક બાદલભાઈ અમરસિંહભાઈ સિસોદિયા (સાસી) અને તેની સાથેનો રાહુલભાઈ દિનેશભાઈ સાસી (બંને રહે. ગલાલીયાવાડ, તા.જી.દાહોદ) નાઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ રૂ330 જેની કિંમત રૂપિયા 50,880 તેમજ મોટરસાયકલ ની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 1,20,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સંબંધે કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.