દાહોદના કાળીતળાઈ ગામે છોકરાને ટકકર મારવા બાબતે ચાર ઈસમોએ માર મારતા ફરિયાદ

દાહોદ, દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે છોકરાને ટક્કર મારવા બાબતે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ ભેગા મળી એકને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.23મી મેના રોજ દાહોદ તાલુકાના ખરોડ ગામે વિકા ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ ટીટાભાઈ ડામોર, સુભાષભાઈ ટીટાભાઈ ડામોર, કરણભાઈ રમેશભાઈ બારીયા અને દેવસિંગભાઈ ચુનિયાભાઈ બારીનાઓએ પોતાના ગામમાં રહેતાં મનિષભાઈને કાળીતળાઈ ગામે રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, ખરોડ વિકા ફળિયામાં અમારા છોકરાને ટક્કરમાની કેમ ભાગી ગયેલ છે, તેમ કહી ઉપરોક્ત ચારેય જણાએ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને મનિષભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માનાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ખરોડ ગામે વાણીયા વાવ ફળિયામાં રહેતાં રમસુભાઈ માનસીંગભાઈ અમલીયારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.