જૈનોના ત્યાગ, તપ, આરાધનાનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજ થી પ્રારંભ થઇ ગયો છે. મન, વચન અને કાયાની શુઘ્ધિનું આ પર્વ અનેરા ધર્માલ્લાસ સાથે તપ, ત્યાગ તથા આરાધના સાથે દાહોદ શહરના દિગમ્બર સમાજ ઉજવશે. આ વર્ષે રવિવારે પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. દાહોદ જીનાલયો મંદિરોમાં રંગ બેરંગી રંગોળી મંડપ રચાયા છે. જીનાલયોમાં રોશનીના શણગાર કરાયા છે. તીર્થકર ભગવાન જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમના દિવસ થી દિગમ્બર સમાજના મહાર્વ પર્યુષણ મહાપર્વનું પ્રરંભ થાયે છે.
આજ થી મંદિરોમાં વિશેષ ભગવાનની અભિષેક પૂજા સવાર થી પ્રારંભ થઈ છે. સાંજે મંદિરોમાં વિશેષ આરતી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે. 10દિવસ સમાજના મહિલા પુરૂષો ધર્મમય રંગમાં રંગાઈને ધાર્મિક માહોલમાં પર્યુષણ પર્વ ઉજવશે. ધર્મપ્રેમીઓ, વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો પ્રાર્થના, સામાયિક, પોષધ, પ્રતિક્રમણ તપ-જય કરી વહેલી સવારથી રાત્રિ સુધીના આત્મહિત કરાવી દેનારા આવા અનુષ્ઠાનની સાથે વિશેષરૂપે પર્વાધિરાજ પર્વમાં દાહોદના મંદિરોમાં કાર્યક્રમો યોજાશે.