
ઈટાલીમાં યોજાયેલી ફ્લોર બોલ હોકી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ-2025માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સ્પર્ધા 11થી 14 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી. તેમાં ભારત, બાંગ્લાદેશ, યુક્રેન અને ટોબેગો એમ કુલ ચાર દેશોએ ભાગ લીધો હતો.
ભારતીય ટીમમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામની પિંકલ ચૌહાણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં 14 ગોલ નોંધાવ્યાં હતા. પિંકલના આ પ્રદર્શનની મદદથી ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી હતી.આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા બદલ સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા તરફથી પિંકલ ચૌહાણને અભિનંદન આપવામાં આવ્યાં છે. તેની આ સિદ્ધિથી સમગ્ર કોળી સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.
