દાહોદના ખુંખાર પેરોલ જમ્પ આરોપી દિલીપ દેવળનું રતલામ પોલીસના હાથે એનકાઉન્ટરમાં મોત

આરોપી અને પોલીસ વચ્ચેની મૂઠભેળમાં પાંચ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત.

દાહોદ,
દાહોદમાં એક વેપારી તેમજ અન્ય એક યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી મધ્યપ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટર માઈન્ડ દિલીપ દેવળ આજરોજ રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે રતલામ પોલીસના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં ૫ જેટલાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી દિલીપ દેવળ કે જે દાહોદ જિલ્લામાં બે હત્યાના ગુનામાં થયેલ આજીવન કારાવાસની સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો . છેલ્લા બે વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરી ફરાર થયેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક પરિચિત વ્યક્તિનો લાભ લઇ છેલ્લા બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો. આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે ટૂંક સમય પહેલા રતલામમાં પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા કરી હતી. જેની તપાસ પોલીસ કરી હતી . ત્યારબાદ રાતલામમાંજ આ ખૂંખાર હત્યારાએ પોતાના સાગરીતોની મદદથી ગત તારીખ ૨૫ નવેમ્બર દેવદિવાળીના રોજ એકજ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારી હત્યા કરી હતી. આ ત્રિપલ મર્ડર કેસને રતલામ પોલીસે ગંભીરતાથી લઈ સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ સોર્સના મદદથી હત્યામાં સામેલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ પોલીસ પકડથી દૂર હતો. આ હત્યારાને શોધી કાઢવા માટે પોલીસે અલગ – અલગ ટીમો બનાવી ગુજરાત, મધ્યપ્રદેશના આસપાસના જિલ્લાઓમાં તપાસનો દોર લંબાવ્યો હતો. તે દરમિયાન આજરોજ પોલીસને બાતમી મળી હતી કે દિલીપ દેવળ રતલામ જિલ્લાના ખાચરોદના હોમગાર્ડ કોલોનીમાં સંતાયેલો છે. તે બાતમીના આધારે પોલિસે હોમગાર્ડ કોલોનીમાં ચારે તરફથી ઘેરાબંધી કરી દિલીપ દેવળને પકડવાના પ્રયાસો કર્યા હતા પરંતુ કુખ્યાત હત્યારા દિલીપ દેવળે પોલિસ પર ફાયરિંગ કરતા પાંચ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. જ્યારે પોલીસે જવાબી કાર્યવાહી કરતાં પોલીસની જવાબી કાર્યવાહીમાં દિલીપ દેવળ ઠાર મરાયો હતો.

આમ, દાહોદમાં બે તેમજ મધ્ય પ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત છ લોકોની હત્યાને અંજામ આપનારો કુખ્યાત માસ્ટર માઇન્ડ દિલીપ દેવળ પોલીસ સાથેની અથડામણના મોતને ભેટ્યો હતો.

ખુંખાર આરોપી દિલીપ દેવળનું પોલીસ મૂઠભેળમાં મોત…

૨૫ નવેમ્બરના રોજ ખૂંખાર હત્યાર દિલીપ દેવળ અને તેના સાગરીતો સાથે મળીને રતલામના એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારી હત્યા કરી હતી. રતલામ પોલીસે સી.સી.ટીવીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય ખુંખાર આરોપી ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી. તે મુજબ ખાચરોદ હોમગાર્ડ કોલોનીમાં સંતાયેલ આરોપી દિલીપ દેવળને ઝડપવા જતાં આરોપી એ ફાયરીંગ કર્યું હતું. જેમાં પાંચ પોલીસ જવાનો ધાયલ થયા હતા. જેની સાથે પોલીસ કાર્યવાહી કરી દિલીપ દેવળને ઠાર કરવામાં આવ્યો.

દાહોદ જીલ્લા પોલીસ પેરોલ જમ્પ આરોપીને શોધવામાં નિષ્ફળ રહેતા વધુ હત્યાને અંજામ આપ્યો…..

દાહોદના વેપારી અને યુવકની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો આરોપી દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી નાશી છુટીયો હતો. પેરોલ જમ્પ આરોપીને દાહોદ જીલ્લા પોલીસ છેલ્લા બે વર્ષથી આરોપીને શોધવામાં નિષ્ફળ રહી હતી અને આરોપી રતલામમાં રહેતો હતો. દાહોદ પોલીસે પેરોલ જમ્પ આરોપીને રતલામમાં વધુ ત્રણ હત્યાને અંજામ આપ્યો હતો. આખરે ખુંખાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થવા સાથે તેના તમામ ગુનાઓ ઉપર પડદો પડયો છે.