દાહોદ ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાંં હડતાળ ઉપર ઉતર્યા

પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યા પ્રકરણનો ભારે વિરોધ દર્શાવી દાહોદના ઝાયડસ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં મેડિકલ એન્ડ હોસ્પિટલમાં સેક્ધડ યરમાં અભ્યાસ કરતી મહિલા તબીબ જોડે હોસ્પિટલના સેમિનાર હોલમાં કેટલાય નરાધમોં દ્વારા બળાત્કાર ગુજારી મહિલા તબીબની હત્યા કરવામાં આવી છે. બળાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમોં સામે હાલ સુધી કડક પગલા લેવામાં આવ્યા નથી. જેને લઈ આજરોજ દાહોદના ઝાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલમાં અભ્યાસ કરતા તબીબો દાહોદના ઝાયડસ હોસ્પિટલના ગેટ પર બેસી વહેલામાં વહલી તકે મહિલા ડોક્ટરને ન્યાય મળે અને બળાત્કાર અને હત્યારાંઓ સામે કડક પગલા લેવાની માંગ સાથે ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતાં. દાહોદની ઝાયડસ હોસ્પિટલના તબીબો તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આ પ્રકરણને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. આરોપીઓ સામે સખત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.