દાહોદના ગોદી રોડ વિસ્તારમાંં વ્હોરા પરિવારના ધરમાં બે ચોર ઈસમોએ ચોરીનો પ્રયાસ કર્યો

દાહોદ,દાહોદ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા ગોદીરોડ વિસ્તારમાં સાંજના સમયે વોહરા પરિવાર મસ્જિદમાં ઈબાદત કરવા જતા પાછળથી ચોરીના ઇરાદે ત્રાટકેલા બે અજાણ્યા તસ્કરોએ મકાનમાં મેઈન ગેટનો નકુચો તોડી પ્રવેશ્યા હતા. જે બાદ લાકડાના દરવાજામાં સેન્ટર લોક લાગેલો હોવાથી તસ્કરોએ લાકડાનો દરવાજો તોડી દેતા આ સમયે દરવાજો તૂટયાના અવાજથી મકાનના બીજા માળે ઘરમાં હાજર બાળકી નીચે આવતા બંને તસ્કરો ભાગી છૂટ્યા હતા. જોકે, આ દરમિયાન તસ્કરોએ મકાનમાં અંદરના રૂમમાં મૂકેલી તિજોરી વેર વિખેર કરી દીઘી હતી. આ ઘટના બાદ ભયભીત થયેલી બાળકીએ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો તાબડતોડ દોડી આવ્યા હતા અને મકાનમાં શોધખોળ કરતા મકાન માંથી કોઈપણ વસ્તુ ચોરાઈ ન હોવાથી રાહતનો શ્ર્વાસ લીધો હતો. જોકે, આ દરમિયાન સ્થાનિક કોર્પોરેટર લખન રાજગોર પણ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરતા બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તસ્કરોને ઝડપી પાડવા આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં શોધખોળ હતી. અત્રે ઉલ્લેખની છે કે, હાલમાં પવિત્ર રમજાન માસ ચાલતો હોવાથી વ્હોરા તેમજ મુસ્લિમ સમાજના લોકો ઈબાદત કરવા માટે મસ્જિદમાં જતા હોય છે. આ દરમિયાન ચોરીના ઈરાદે ફરતા અજાણ્યા તસ્કરો મુકો દેખીને ચોરીની ઘટનાને અંજામ આપે છે. છેલ્લા બે ત્રણ વર્ષથી ગોદી રોડ વિસ્તારમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં એક અઠવાડિયામાં આ ચોરીની ત્રીજી ઘટના મોદી રોડ વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક તસ્કરને બી ડિવિઝન પોલીસે ઝડપી પણ લીધો છે. જોકે, આજના બનાવામાં બાળકી ઘરે હાજર હોવાથી મકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો નિષ્ફલ નીવડ્યા હતા. આ ઘટનાના પગલે સાનીકોમા ભઈલો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સમય દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારે તેવી લાગણી અને માંગણી હાલ સ્થાનિકોમાં ઊઠવા પામી છે