દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદની સામાન્ય સભા પંચાલ સમાજની વાડી દાહોદ ખાતે યોજાઈ જેમાં મંડળના હોદ્દેદારઓ સભ્યઓ આજીવન સભ્યઓ અને અન્ય આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
સમાજના સ્વ.આત્માઓને શાંતિ માટે બે મિનિટ મૌન પાળી હાર્દિક શ્રદ્ધાંજલી આપવામા આવી. મંડળના મહામંત્રી સુરેશભાઈ પંચાલે શાબ્દીક સ્વાગત અને મંડળનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. મંડળના ખજાનચી હિતેન્દ્રભાઈ પંચાલ દ્વારા દ્વિવાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. જેને સામાન્ય સભાએ મંજૂર કર્યા. નવીન કારોબારીની વરણી કરવામાં આવી. સામાજીક ઉત્કર્ષ સમિતિના ક્ધવીનર ધીરજલાલ પંચાલ અને સહ ક્નવિનર બાબુલાલ પંચાલ દ્વારા સમાજના શુભ અને અશુભ પ્રસંગોમાં રીતિ રિવાજો બાબતે ઝોનકક્ષાએથી મળેલ રજુઆતો મુજબ સમીક્ષા કરી અને વર્તમાન સમયને અનુરૂપ અમલીકરણ કરવા અંગે વિચારો રજૂ કર્યા.
સમાજના શુભ અને અશુભ પ્રસંગોની વિધિ અને વ્યવહાર અંગે સૌને જાણકારી મળી રહે તે હેતુસર સામાજીક રીતિ રિવાજોની પુસ્તિકા બહાર પાડવી જોઈએ તે અંગે અનુરોધ કરવામાં આવ્યો.
વધુ પડતાં વ્યવહારો અને ભોજન ના થતાં ખર્ચાઓ પર કાપ મુકવા સમાજના સૌએ પહેલ કરવી પડશે, તે અંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પોતાના વિચાર રજૂ કર્યા.
સમાજ ઉત્કર્ષ ને લગતી વિવિધ યોજનાઓ અને વિવિધ આયોજન થાય તે અંગે સૌએ મંડળને અપીલ કરી. દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ રાજેશકુમાર નાથાલાલ પંચાલે મંડળ દ્વારા હાથ ધરાયેલ વિવિધ પ્રવૃતિઓથી સૌને વાકેફ કર્યા અને તમામ પ્રવુતિઓના સફળ આયોજન માટે દાતાઓ અને સહયોગી તમામને અભિનંદન પાઠવ્યા. વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી સમાજમાં આત્મીયતા વધે અને સમાજ માં સૌના સાથ અને સહકાર થી સર્વાંગીણ વિકાસ કરી શકાય તે માટે સૌના સાથ અને સહકાર ની અપીલ કરવામાં આવી.
મિટિંગનું સફળ આયોજન અને સંચાલન મંડળના કાર્યાધ્યક્ષ અનિલકુમાર પંચાલ અને સંયોજક હસમુખભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું. સૌનો સાથ સૌનો વિકાસ સંકલ્પ સાથે ધર્મેશભાઈ પંચાલ દ્વારા મિટિંગની મિનિટસ બુક અને આભારવિધિ કરવામાં આવી.