દાહોદ જીલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો

  • હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા.

વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમ ઓવરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે છે.

આ શક્યતાઓને ધ્યાને લઇને જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની યાદીમાં જણાવાયું છે.