
આજરોજ જી.પી ધાનકા મા.તથા ઉ.મા.શાળા,દાહોદમાં 5 સપ્ટેમ્બર શિક્ષકમાંથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બનનારા સ્વ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવી હતી. જેમાં શાળાના 75 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણકાર્ય કરાવેલ હતું . સદર સ્વશાસન દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી નેતૃત્વના ગુણ ખીલે છે અને સમાજ માટે શિક્ષકોની શું ભુમિકા છે, તેનાથી માહિતગાર થયા હતા અને ભવિષ્યમાં શિક્ષક બની સમાજ સેવા અને દેશ સેવા કરવા માટે નેમ લીધી હતી .