એક સાંધે ત્યાં તેર તૂટે : દાહોદ જિલ્લામાં રેમડેસિવિર પછી હવે રેપીડ ટેસ્ટ કીટ્સ ખુટી પડી

દાહોદ,
દાહોદ જિલ્લામાં કોરોના હવે હદ વટાવી ગયો છે. તેવા સમયે રોજે રોજ નવી સમસ્યાઓ સર્જાઇ રહી છે.કારણ કે હવે જિલ્લામાં રેપીડ ટેસ્ટની કીટ ખુટી પડી હેાવાની માહિતી મળી છે. આમ હવે ઇન્જેકશન પછી રેપીડ કીટ્સની અછતને કારણે દર્દીની સાથે આરોગ્ય તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઇ રહ્યુ છે.

દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ હવે અકલ્પનીય રીતે વધી રહ્યા છે. જેથી આવનાર સમયની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર વ્યવસ્થા ઉભી કરવામાં જોતરાયેલુ છે. તેના ભાગ‚પે કેર સેન્ટરોથી માંડીને નવી હોસ્પીટલોને મંજૂરી આપવામાં આવી રહી છે.બીજી તરફ તંત્ર માટે પણ રોજ એક સાધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. કારણ કે સામગ્રી જ ખુટી પડે છે ત્યારે તંત્ર પણ નિ:સહાય થઇ જાય છે.

આવી જ સ્થિતિ રેમડેસિવિર ઇન્જેકશન મામલે છે. કારણ કે તંત્ર પાસે જ ઉપલબ્ધ ન હોય તો તે ખાનગી હોસ્પીટલ પાસે કેવી રીતે પહોંચશે તે પણ એક સવાલ છે. કારણ કે કુવામાં હશે તો હવાડામાં આવે તેમ હોય છે .ત્યારે હવે જિલ્લામાં રેપીડ ટેસ્ટ કીટ્સ ખુટી પડી હોવાની માાહિતી મળી છે.કારણ કે રાજ્ય સરકારમાંથી જ સપ્લાય કરવામાં આવતી ન હેવાથી હવે ટેસ્ટ કેવી રીતે કરવા તે એક પ્રશ્ર્ન સ્થાનિક તંત્ર માટે થઇ પડયો છે.
એક તરફ રેપીડ ટેસ્ટ માટેની કીટ્સ ખુટી પડી છે. ત્યારે બીજી તરફ ટેસ્ટ કરાવવા માટે કતારો જામી રહી છે.ત્યારે હાલ જેટલી કીટ્સ છે તેનાથી કામ ચલાવાઇ રહ્યુ હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે પરંતુ જો હવે કીટ્સ સમયસર નહી મળે તો વિકટ પરિસ્થિત સર્જાઇ શકે છે.કેટલાાક સામુહિક આરેાગ્ય કેન્દ્રો પર પણ સંપર્ક કરતા જાણવા મળ્યુ હતું કે જે પાંચ પચ્ચીસ કીટ્સ હોય તેનાથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગમાં તપાસ કરતા કીટ્સ થોડા સમયમાં આવી જશે તેમ કહેવામાં આવ્યુ છે.

ત્યારે જનતા માટે સૈાથી મોટી સમસ્યા એ છે કે, આરટીપીસીઆરના રિપોર્ટ પણ જલ્દી મળતાં નથી. ગ્રામ્ય કક્ષાએથી મોકલવામાં આવેલા સેમ્પલને સવેળા ન્યાય મળતો ન હોવાનુ પણ જાણવા મળ્યુ છે.ખાનગી લેબોરેટરી દ્વારા પણ ૪૮ થી ૭૨ કલાકમાં રિપોર્ટ મળે છે. ત્યારે આ સમય દરમિયાન પોઝીટીવ દર્દી બિન્દાસ્ત હરે ફરે તો સંક્રમણ ફેલાઇ શકે છે. તેવી જ રીતે તેના શરીરમાં સંક્રમણ વધી જાય તો તેને રેમડેસિવિર જેવી સારવાર પણ આરટીપીસીઆરના રિપોર્ટ વિના મળી શકે તેમ નથી. ત્યારે તેના માટે આ સ્થિતિમાં અક તરફ કુવો તો એક તરફ ખાઇ જેવી સ્થિતિ છે.આમ સરવાળે જિલ્લો કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે.