
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે જેમાં પોલીસ દ્વારા આ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ તરીકે કુત્બુદ્દીન રાવતનો પણ આરોપી તરીકે સમાવેશ કર્યા બાદ અને તે પછી કુત્બુદ્દીન રાવત સમેત બે વ્યક્તિઓને ભાગેડુ જાહેર કરી તેઓની મિલ્કતો ટાંચમાં લઈ દાહોદમાં ઠેર ઠેર તેઓની સોકોઝ નોટીસના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યાં હતાં ત્યારે આ મામલે મામલાની ગંભીરતા દાખવી આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચતાં જ્યાં વકીલ ઉત્કર્ષ દવેની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ સુપ્રિમ કોર્ટ દ્વારા કુત્બુદ્દીન રાવતની ધરપકડ પર સ્ટે સાથે સાથે તે દેશમાં આવી તપાસમાં સહયોગ કરે તેવી કોર્ટ દ્વારા જાહેર કરી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને આ મામલે આડે હાથ લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે.
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી મુકી છે. દાહોદ પોલીસે એકપછી એક ફરિયાદોનો દૌર આરંભ કરી આ કૌંભાંડમાં સામેલ માસ્ટર માઈન્ડ સહિત અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર મામલે થોડા દિવસો પહેલા દાહોદ પોલીસે કોર્ટની મંજુરી લઈ કુત્બુદ્દીન રાવત અને રામુ પંજાબી સામે સો કોઝ નોટીસ જાહેર કરી હતી અને આ બંન્નેની મિલ્કતો ટાંચમાં લઈ દાહોદમાં ઠેર ઠેર તેઓની સો કોઝ નોટીસ ચોંડવામાં આવી હતી. ત્યારે આ કેસ મામલે વકીલ ઉત્કર્ષ દવેએ આ મામલો સુપ્રિમ કોર્ટમાં પડકાર્યાે હતો જેમાં ઉત્કર્ષ દવેએ સુપ્રિમ કોર્ટમાં જરૂરી આધાર, પુરાવાઓ રજુ કરતાં કોર્ટ પણ ચોંકી ઉઠી હતી જેમાં કુત્બુદ્દીન રાવત સામે પોલીસમાં ફરિયાદ નોંધાંઈ તે પહેલા કુત્બુદ્દીન રાવત અને તેમનો પરિવાર વેકેશન માણવા થાઈલેન્ડ ગયાં હતાં અને જ્યાં તેઓને ખબર પડી કે, પોતાની સામે નકલી બિન ખેતી પ્રકરણમાં ફરિયાદ તેમજ સો કોઝ નોટીસ જાહેર થઈ છે. ત્યારે કુત્બુદ્દીન રાવતે પોતાના બચાવમાં ભારત દેશમાં આવતાં ન હતાં. કુત્બુદ્દીન રાવત આ નકલી બિન ખેતી પ્રકરણમાં સામેલ ન હોવાનું, તેઓ કોઈ ગંભીર ગુન્હાના આરોપી પણ ન હોવાનું તેમજ અન્ય કોઈ ગુન્હો પણ ન હોવાનું કોર્ટ સમક્ષ પુરાવાઓ રજુ કરવામાં આવ્યાં હતાં. આ તમામ પુરાવાને ધ્યાનમાં લઈ સુપ્રિમ કોર્ટ દ્વારા કુત્બુદ્દીન રાવતના ધરપકડ ઉપર સ્ટે લાવી તેને ભારત આવી પોલીસની કામગીરીમાં સહયોગ કરે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણ કોઈ મોટા અધિકારીઓની સંડોવણી અને સાંઠગાંઠ વગર શક્ય જ નથી. પોલીસ દ્વારા કેટલાંક સરકારી અધિકારીઓ અને નિવૃત અધિકારીઓની ધરપકડ કરી સંતોષ માની લેવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયે મુખ્ય કૌંભાંડકારી અધિકારીની ધરપકડ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉદ્ભવવા પામી છે.