દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાશવાણી ગામે સત્યમ આશ્રમ શાળા ખાતે ગતરોજ ૧૩૫ જેટલા બાળકોએ આશ્રમ શાળામાં બનાવેલ ભોજનને આરોગ્યા બાદ ઓએકાએક ૨૫ જેટલા બાળકોને ઝાડા, ઉલ્ટી થતાં શાળા સંચાલકો સહિત આશ્રમના સ્ટાફમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. તમામ બાળકોને સ્થાનીક પીએચસી સેન્ટર ખસેડવામાં આવ્યાં હતાં જ્યાંથી બે બાળકોની હાલત ગંભીર જણાતા બે બાળકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બંન્ને બાળકો સહિત ૨૫ બાળકોની સ્થિતી સુધારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ફુડ પોઈઝનીંગના કારણે અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ અગાશવાણી ગામે સત્યમ આશ્રમ શાળામાં ગતરોજ સાંજના સમયે બાળકો જમતા હતા તે સમયે અચાનક એકાએક જમ્યા બાદ થોડા સમયમાં ૧૩૫ પૈકી ૨૫ જેટલા બાળકોને ઝાડા, ઉલ્ટી થવા પામ્યાં હતાં અને જમ્યા બાદ બાળકોની અચાનક તબિયત લથડતા તાત્કાલિક તમામ બાળકોને નજીકના પીએચસી સેન્ટર ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં જાણવા મળ્યાં અનુસાર બાળકોને ખાવામાં ફૂડ પોઈઝનિંગ હોવાનું જાણવા મળતા બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ત્યારે બે જેટલા બાળકોની હાલત ગંભીર જણાતા આ બંને બાળકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા આ બંને બાળકોની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવતા હાલ બંને બાળકોની તબિયત હાલત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે વધુમાં જાણવા મળ્યા અનુસાર આ સત્યમ આશ્રમ શાળામાં બાળકોએ બટાકાનું શાક અને રોટલી જેવું ભોજન લીધું હતું અને બાળકોએ જમ્યા બાદ અડધો કલાકના સમયગાળા દરમિયાન બાદ બાળકોમાં એકાએક ઉલટી થવા પામી હતી અને બાળકોની અચાનક તબિયત લથડતા આશ્રમ શાળાના સંચાલકો સહિત કર્મચારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. સદ્ભાગે જાગી ગયેલા આશ્રમ શાળાના સત્તાધિશો દ્વારા ૨૫ જેટલા બાળકોને તાત્કાલિક નજીકના પીએચસી સેન્ટર સહિત દાહોદની ઝાયડસ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા મોટી જાનહાની ટળી હતી. સમગ્ર મામલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને સ્થાનિક પોલીસ નજીકના પીએચસી સેન્ટર ખાતે તેમજ અન્ય પોલીસ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. આ મામલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરી છે.