
દાહોદ જિલ્લામાંમાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંકડો ૨૦૫૪ને આંબી ગયો છે જ્યારે એક્ટીવ કેસ ૧૬૧ પર પહોંચ્યો છે.
આર.ટી.પી.સી.આર.ના ૩૬૭ પૈકી ૦૯ અને રેપીટ ટેસ્ટના ૭૨૫ પૈકી ૦૬ એમ આજે તારીખ ૨૨મી નવેમ્બરના રોજ ૧૫ કોરોના પોઝીટીવ કેસો દાહોદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ૧૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૬, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૪, ગરબાડામાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી હોસ્પિટલમાંથી રજા લીધી હતી અને અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુ આંક ૭૬ને પાર થઈ જવા પામ્યો છે.