દાહોદમાં આજે વધુ ૧૦ કેસ પોઝીટીવ : કુલ આંક ૧૫૯૧

દાહોદમાં આજે વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૧૯ને પાર પહોંચ્યો છે. આજે આરટીપીસીઆરના ૨૩૪ પૈકી ૬ કોરોના પોઝીટીવ અને રેપીટ ટેસ્ટના ૧૯૪૨ પૈકી ૪ એમ કુલ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. ૧૦ પૈકી દાહોદના ૩, ફતેપુરામાંથી ૧, ગરબાડામાંથી ૩, ઝાલોદમાંથી ૨ અને ધાનપુરમાંથી ૧ દર્દીનો સમાવેશ થાય છે.

  • ફુદ્દીન હસનાલી ખુશલગઢવાલા (ઉ.૬ર રહે. ઉકરડી રોડ એકલવ્ય સોસાયટી દાહોદ),
  • કિશોર કુમાર ભદ્રીપ્રસાદ સૈની (ઉ.રપ રહે. પંકજ સોસાયટી દાહોદ),
  • ચરપોટ રીનાવિનય (ઉ.ર૯ રહે. મોટાનટવા કેશર ફળીયુ ફતેપુરા),
  • પંચાલ ભાવિન પ્રકાશ (ઉ.ર૬ રહે. જાંબુઆ ગરબાડા),
  • ગામીત અરવીંદ કાગલીયા (ઉ.ર૮ રહે. ભરસડા ગરબાડા),
  • રાજપુત વિક્રમ કિશન (ઉ.૧૭ રહે. ગરબાડા નવા નગર),
  • ખોડ બળવંત લખાભાઈ (ઉ.૩પ રહે. માંડલીખુંટા ગારી ફળીયા ઝાલોદ),
  • રાવત લીલાબેન પંકજભાઈ (ઉ.૪૩ રહે. ગલાલીયાવાડ દાહોદ),
  • રાઠોડ પ્રકાશભાઈ મગનભાઈ (ઉ.૪૩ રહે. લીંબચ ફળીયા કારઠ ઝાલોદ),
  • પ્રજાપતિ કુરવેશભાઈ પરસોત્તમભાઈ (ઉ.રપ રહે. પોલીસ સ્ટેશન ધાનપુર)

હોસ્પિટલમાંથી આજે વધુ ૧૯ લોકોએ રજા અપાતા હવે એક્ટીવ કેસની સંખ્યા૧૪૧ પર પહોંચી છે જ્યારે વધુ બેના મોત સાથે અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.